Z+ સુરક્ષા ધરાવે છે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી:10 કમાન્ડોઝ સહિત 55 સુરક્ષાકર્મીઓ કરી રહ્યા છે સુરક્ષા, કાફલામાં BMW અને રેંજ રોવરથી ચાલે છે સિક્યુરિટી ટીમ

124

ડાયમંડ ટાઈમ્સ

એન્ટિલિયાની બહાર કારમાં વિસ્ફોટક મળ્યા બાદ 71.2 અબજ ડોલરની સંપત્તિના માલીક મુકેશ અંબાણીની સુરક્ષાને લઈ ફરી એક વખત ચર્ચા શરૂ થઈ ગઈ છે.આ ઉપરાંત શંકાસ્પદ સ્થિતિમાં મળેલી ગાડીમાંથી પણ ધમકી આપતો પત્ર મળી આવ્યો છે.

મુકેશ અંબાણી દેશના એકમાત્ર એવા ઉદ્યોગપતિ છે જેઓ Z+ સિક્યુરિટી ધરાવે છે. અંબાણી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આ સુરક્ષા ઘેરામાં રહે છે.

Z+ સિક્યુરિટી માટે ખર્ચ મહિને 20 લાખ, અંબાણી પોતે આ ખર્ચ વહન કરે છે
અંબાણી પોતાની સિક્યુરિટીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે. અહેવાલ પ્રમાણે મુકેશ અંબાણી પોતાની સુરક્ષા પાછળ પ્રત્યેક મહિને થતા આશરે રૂપિયા 20 લાખનો ખર્ચ કરે છે. આ ખર્ચ ઉપરાંત અંબાણીની સુરક્ષા ટીમને બેરક પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Z+ સુરક્ષા હોવાથી મુકેશ અંબાણીની સુરક્ષામાં એક સમય પર 55 સુરક્ષા કર્મચારી હોય છે. તેમા 10 NSG અને SPG કમાન્ડો સાથે અન્ય પોલીસ કર્મચારીઓ હોય છે. સુરક્ષાના પહેલા ઘેરાની જવાબદારી NSGની હોય છે. જ્યારે બીજા ઘેરામાં SPGના લોકો હોય છે. આ ઉપરાંત ITBP અને CRPFના જવાન પણ સુરક્ષામાં તૈનાત રહે છે.

મુકેશના કાફલામાં વ્હાઈટ મર્સિડીઝની AMG G63 મોડલની કાર સામેલ રહે છેમુકેશ અંબાણી પાસે બે બુલેટપ્રૂફ કાર છે. તે પૈકી એક આર્મર્ડ BMW 760Li અને બીજી મસ્રિડીઝ બેંઝ S660 ગાડી છે. સામાન્ય રીતે મુકેશ અંબાણી આ બન્ને કારનો ઉપયોગ કરે છે.અંબાણીની સુરક્ષામાં સૌથી આગળ ચાલતી બે બાઈક્સ પણ ખૂબ જ ખાસ છે. રોયલ એનફીલ્ડની ઈલેક્ટ્રાને રોડ રેઝ કસ્ટમ બિલ્ડ્સે કસ્ટમાઈઝ કરી ખાસ મુકેશ અંબાણીના કાફલા માટે તૈયાર કરવામાં આવે છે. આ બાઈક્સ પર સામાન્ય રીતે મુંબઈ પોલીસના લોકો રહે છે.

કાફલામાં સૌથી આગળ રહે છે આ બે બાઈક.નીતા અંબાણીને મળે છે Y કેટેગરીની સુરક્ષામુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને પણ Y કેટેગરીની સિક્યુરિટી આપવામાં આવી છે. હથિયારોથી સજ્જ 10 CRPF કમાન્ડો નીતાની સુરક્ષામાં રહે છે. નીતા અંબાણી દેશભરમાં જ્યાં પણ જાય છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ્સ તેમની સુરક્ષા માટે સજ્જ રહે છે.

મુકેશ અંબાણીની સુરક્ષામાં રહેલા પોલીસ કર્મચારીઓ પણ બુલેટપ્રૂફ BMW અને રેન્જ રોવરમાં ચાલે છે

મુકેશ અંબાણીની Z+ સિક્યુરિટી આપવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો

મુંબઈના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હિમાંશુ અગ્રવાલે મુકેશ અંબાણીને Z+ સિક્યુરિટી આપવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેમા કહેવામાં આવ્યું હતું કે અંબાણીની સુરક્ષાને લીધે સરકારી તિજોરી પર બોજ પડતો હોવાની દલીલ કરવામાં આવી હતી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે મુકેશ અંબાણી અથવા તેમના પરિવાર પર કોઈ જોખમ નથી. સુનાવણી દરમિયાન મુકેશ અંબાણીના વકીલે કહ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થા પાછળનો આ ખર્ચ સંપૂર્ણપણે અંબાણી વહન કરે છે. નવેમ્બર,2020માં આ અરજીને સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી.