345.97 ડોલરમાં ખરીદેલી રોલેક્સ ઘડિયાળની હરાજી કિંમત જાણીને અચબિંત રહી જશો

246

DIAMOND TIMES : દુનિયાભરમાં એવા ઘણાં કલેક્ટર્સ છે જેમના દ્વારા કલેક્ટ કરવામાં આવેલી વસ્તુ વર્ષો પછી અચંભિત કરી દેતી કિંમતે વેચાઇ હોય. એવા જ એક કલાપ્રેમી મરજીવા 1974માં માત્ર 345.97 ડોલરમાં ખરીદેલી રોલેક્સ ઘડિયાળ હવે અધધ કહી શકાય એવી રકમમાં વેચાઇ શકે છે.

એક અહેવાલ અનુસાર આ રોલેક્સ હવે 7,00,000 ડોલર જેટલી કિંમત મેળવી શકે છે. એન્ટિક રોડ શોના યુએસ એડિશન માટે કેમેરામાં જ્યારે આ ઘડિયાળ માટે વેલ્યુએશન આપવામાં આવ્યું ત્યારે તે કિંમત સાંભળીને કલેક્ટર અચંભિત રહી ગયો હતો

એક અનામી અતિથિએ કહ્યું કે તેણે સ્કુબા ડાઇવિંગ કરતી વખતે ઉપયોગ કરવા માટે મેઇલ ઓર્ડર દ્વારા ઓઇસ્ટર કોસ્મોગ્રાફ 6263 ખરીદ્યું હતું, પરંતુ ત્યારબાદ આ રોલેક્સ ઘડિયાળને સેફ ડિપોઝિટ બોક્સમાં રાખવાનું નક્કી કર્યું હતું.

ફ્લોરિડામાં લક્ઝ ઓકશનિયર્સના પીટર પ્લેન્સે તેને કહ્યું કે, હરાજીમાં આ પ્રકારની ઘડિયાળની કિંમત લગભગ 4 લાખ ડોલર છે.પરંતુ આ રોલેક્સ તેના બોક્સ અને તમામ ડોક્યુમેન્ટની સાથે છે તેમજ ક્યારેય પહેરવામાં ન આવી હોય એ રીતે સંપૂર્ણ છે તેથી તે વધારાના 100,000 થી 300,000 ડોલર મેળવી શકે છે. તે એક સંપૂર્ણ કલ્પિત શોધ છે. આ સ્થિતિ માં મને નથી લાગતું કે વિશ્વમાં આનાથી વધુ કંઇક સારું છે.