સોનાના અલંકારો પ્રત્યે યુવાઓને આકર્ષિત કરવા જીજેઇપીસી અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સંયુક્ત અભિયાન યુ આર ગોલ્ડનો પ્રારંભ
સોનાના અલંકાર દ્વારા અનોખી રીતે પ્રિયમતા સમક્ષ પ્રેમની અભિવ્યક્તિની સુંદર કથા વર્ણવતો સુંદર વીડીયો
DIAMOND TIMES – સોનાની ઝવેરાત પ્રત્યે ભારતિય યુવાઓને આકર્ષિત કરવા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ની ભાગીદારીમાં મલ્ટિ-મીડિયા અભિયાન યુ આર ગોલ્ડ અભિયાન નો પ્રારંભ કરવમાં આવ્યો છે.ભારતમા સોનાના ઘરેણાનું વેંચાણ વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજીત આ સંયુકત ઝુંબેશ બે તબક્કામાં શરૂ કરવામાં આવશે.જે પૈકી પ્રથમ તબક્કાના અભિયાનનો રંગે ચંગે આરંભ થઈ ચુક્યો છે.
જીજેઇપીસી અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા સંયુક્ત રીતે છેડવામાં આવેલું મલ્ટિ-મીડિયા યુ આર ગોલ્ડ અભિયાન સોના ની જ્વેલરી દ્વારા યુવાઓની ભાવનાઓ અને સર્જનાત્મક સ્વ-અભિવ્યક્તિઓને ઉજાગર કરવાનો છે. સોનાને સંવર્ધન કરવાનો પ્રયાસ રૂપે હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશમાં સોનાની ઝવેરાત અંગે ક્લાસિક કથાઓ રજુ કરી તેને આધુનિક અર્થ પ્રદાન કરવાની કોશિશ છે. આ અભિયાનનો પ્રથમ તબક્કો છ અઠવાડિયાનો છે.જ્યારે બીજો દીવાળીના તહેવારને અનુલક્ષીને ઓક્ટોબર-નવેમ્બરમાં રજુ થશે.
આ ઝૂંબેશ અંગે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિજનલ સીઇઓ સોમસુંદરમે કહ્યુ કે પ્રિય ક્ષણોની ઉજવણીમાં સોનાની ઝવેરાત હંમેશાં કેન્દ્રમાં રહે છે.ભારતીય ગ્રાહકોની બદલાતી માનસિકતા સાથે સુસંગત થઈને વિકસિત થવું એ આજના આધુનિક સમયની માંગ છે.વિશાળ વસ્તી ધરાવતો દેશ ભારત સોનાની ઝવેરાતનું ખુબ મોટૂ બજાર છે. જીજેપીઇસીના અધ્યક્ષ કોલિન શાહે કહ્યું કે યુ આર ગોલ્ડ અભિયાનનું લક્ષ્ય યુવાઓના હૃદય અને દિમાગને જ્વેલરી પ્રત્યે આકર્ષિત કરવાનું છે.અમને આશા છે કે આ ઝૂંબેશ સોનાની ઝવેરાત દ્વારા યુવાઓની પ્રેમની અભિવ્યક્તિનું એક સશક્ત માધ્યમ બનશે. ઉપરાંત જ્વેલરીના ક્ષેત્રમાં ભારતની ધરોહર અને કલાની ઉજવણીની સાથે સોનાના મૂલ્યને મજબુત બનાવી આધુનિકતાના સંગમ સાથે સોનાની વૈવિધ્યતાને જીવંત રાખશે.
યુ આર ગોલ્ડ મલ્ટિ-મીડિયા અભિયાન : સોનાના અલંકારોના પ્રેમમા પડી જવાની કથા
યુ આર ગોલ્ડ મલ્ટિ-મીડિયા અભિયાનમાં કેટલીક એડ ફીલ્મનું નિર્માણ કરવામાં આવ્યુ છે.એવોર્ડ વિજેતા ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા શુજિત શ્રીકાર દ્વારા આ એડ ફેલ્મનું દીગ્દર્શન કરવામાં આવ્યું છે. તો ક્રીએટેટીવ પાર્ટનર મેકકેન વર્લ્ડગ્રુપ છે.જ્યારે મીડિયા પાર્ટનર મોટિવેટર ગ્રુપ છે.મેકકેન વર્લ્ડ ગ્રુપ મુંબઈના પ્રવક્તાએ કહ્યું કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ માટે અમે નિર્માણ કરેલુ યુ આર ગોલ્ડ અભિયાન આજની આધુનિક કથાના માધ્યમથી સોનાના અલંકાર પ્રત્યે લગાવ વધારે છે.સુંદર વાર્તાઓ દ્વારા અમે કેવી રીતે હજારો વર્ષથી સોનાના પ્રેમમાં છીએ તે વાતને ઉજાગર કરવામાં આવી છે. આ બહુવિધ ફિલ્મો સાથે સંકલિત મલ્ટિ-મીડિયા અભિયાન આગામી કેટલાક મહિનાઓમાં વિવિધ ચેનલો,ડિજિટલ માધ્યમ, સોસિયલ મીડીયા અને ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ પ્રસારીત કરવામાં આવનાર છે.