DIAMOND TIMES- ઇંગ્લેન્ડમાં એક મિડલ ક્લાસ પરિવારની મહીલા ઘરની સાફ સફાઈ કરતી હતી.એ દરમિયાન આ મહીલાનું નશીબ રાતોરાત ચમકી ગયુ છે.ઘરની સાફ સફાઈ દરમિયાન 70 વર્ષીય આ મહીલાને કેટલાક જુના સામાનની સાથે 30 વર્ષ જુની એક ધાતુની રીંગ હાથ લાગી હતી.આ રીંગ પર પાઉન્ડ કોઈનથી પણ મોટી સાઈઝનો 34 કેરેટ વજનનો એક હીરો જડેલો હતો.આ હીરો CZ (ક્યુબિક ઝિર્કોનિયા) એટલે કે કાચનો ટૂકડા જેવો ખોટો છે.એમ ધારીને તેણી આ રિંગ ફેંકવાનું વિચારી રહી હતી.પરંતુ કહેવત છે ને કે હાથમાથી કોઇ ઝૂંટવી જાય,પરંતુ નશીબમાથી કોઈ ઝૂંટવી શકે નહી.
ઉપરોક્ત યુકતિને સાર્થક થતી હોય તેમ રિંગને કચરામાં ફેંકી દેતા અગાઉ તેની કીંમત જાણવાની આ મહીલા ઉત્સુકતા થઈ.બે-પાંચ દીવસ ઘરમાં જાતે જ ટેસ્ટીંગ કર્યા બાદ આ હીરાને લંડન સ્થિત એચઆરડી એન્ટવર્પ ઓકશન હાઉસમાં મોકલવામાં આવ્યો.આ ઓકશન હાઉસે આ હીરાની કીંમત 2.75 મિલિયન ડોલર એટલે કે રૂપિયા 20 લાખ રૂપિયા હોવાનું જણાવતા આ મહીલાને ચક્કર આવી ગયા હતા.એચઆરડી એન્ટવર્પ દ્વારા આ હીરાનું મુલ્યાકન કરતા 34.19 કેરેટનો આ રાઉન્ડ બ્રિલિયન્ટ-કટ નેચરલ ડાયમંડ,H કલર,VS1 ક્લેરિટી સાથે ટ્રિપલ ઉત્કૃષ્ટ કટ ગ્રેડ ધરાવતો કીંમતિ હીરો હોવાનું સામે આવ્યુ હતુ.આમ સામાન્ય આર્થિક પરિવારની આ મહીલા કરોડપતિ બની ગઈ છે.
વીંટી પર જડેલા આ ડાયમંડની સાઈઝ 1 પાઉન્ડના સિક્કા કરતાં મોટી હતી.એચઆરડી એન્ટવર્પ માર્ક લેને કહ્યું મેં છેલ્લા 5 વર્ષમાં મારા બિઝનેસમાં આટલી મોટી સાઈઝનો ડાયમંડ જોયો નથી.આ હીરાની વીંટી આગામી દીવસોમાં હરાજીમાં મૂકવામાં આવશે.