શ્રીલંકામાથી મળી આવ્યો વિશ્વનો સૌથી મોટો નીલમ

1080

DIAMOND TIMES – વિશ્વનો સૌથી મોટો નીલમ શ્રીલંકામાથી મળી આવ્યો છે.આ સેફાયરનું વજન 2.5 મિલિયન કેરેટ એટલે કે લગભગ 500 કિલોગ્રામ છે.અહેવાલ મુજબ શ્રીલંકાના એક રત્ન વેપારીના ઘરે કામદારો કૂવો ખોદી રહ્યા હતા ત્યારે આ નિલમ મળી આવ્યો હતો.આ નિસ્તેજ વાદળી નિલમની બજાર કીંમત 100 મિલિયન ડોલર અંદાજવામાં આવી રહી છે. જો કે સેફાયરની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી નથી.સેફાયરના માલિક અને રત્નના કારોબાર સાથે સંકળાયેલા ગામાગે નામના વેપારીએ મિડીયાને આપેલી માહીતીમાં કહ્યુ કે ખોદકામ કરનાર મજુરે જમીનમા દુર્લભ પત્થર હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.જેથી સાવચેતી પુર્વક વધુ ખોદકામ કરતા આ વિશાળ કદનો નિલમ મળી આવ્યો હતો.

વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી મોટો 1404 કેરેટ વજનનો સિંગલ ઓવલ કટ ધરાવતો વાદળી કલરનો સ્ટાર ઓફ એડમ નામનો નિલમ 2015માં રત્નાપુરામાંથી મળી આવ્યો છે.ઉલ્લેખ્નિય છે કે રત્નાપુરા વિસ્તાર નીલમ ક્લસ્ટર તરીકે વિખ્યાત છે. જ્યારે સહુથી વધુ કિંમત(મોંઘો) કુશિન સેઈપ ધરાવતો એશિયાનો બ્લુબેલે નિલમ છે.392.52 કેરેટ વજનના એ નિલમને એક નેકલેસમાં સુયોજિત કરવામાં આવ્યો છે.વર્ષ 2014માં જિનીવા ખાતે આયોજીત ક્રિસ્ટીઝ ઓકશનમાં તેને અંદાજીત 1.73 બિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યો હતો.