માત્ર લેબગ્રોન હીરા જ વાપરવાની વિશ્વની સૌથી મોટી ઝવેરાત કંપની પાંડોરાની જાહેરાત

927

DIAMOND TIMES –  ડેનમાર્કની વિખ્યાત અને વિશ્વની સૌથી મોટી ઝવેરાત કંપની પાંડોરાએ જ્વેલરીના નિર્માણ માટે માત્ર લેબગ્રોન ઉત્પાદનો જ વાપરવાની જાહેરાત કરી છે.જ્વેલરી ઉત્પાદક અને રિટેલર કંપની પાંડોરાની સ્થાપના વર્ષ 1982માં પેર એનોલ્વોલ્ડસે કરી હતી.આ કંપની ડિઝાઇનર રિંગ્સ, નેકલેસ સહીત કસ્ટમાઇઝ જ્વેલરીના ઉત્પાદન માટે ખુબ જ જાણીતી છે. થાઇલેન્ડમાં જ્વેલરી પ્રોડક્શનની સાઇટ સહીત વિશ્વના 100 થી પણ અધિક દેશોમાં તે 7,000 થી વધુ જ્વેલરી સેલ્સ પોઇન્ટ ધરાવે છે.

આવી વિશાળ અને વિખ્યાત જ્વેલરી કંપનીએ ​​જાહેરાત કરી છે કે તે લેબગ્રોન હીરાની તરફેણમાં ખાણકામ દ્વારા ઉત્પાદીત હીરાનો ઉપયોગ કરવાનું ટાળવા માંગે છે.આ અંગે દિગ્ગજ જ્વેલરી કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમારૂ આ પગલું નૈતિક અને કાર્બન તટસ્થ વ્યાપારિક વ્યૂહ રચનાનો એક ભાગ છે.પાંડોરા આગામી વર્ષથી 100 ટકા નવીનીકરણીય સાથે લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરશે.જેમાથી ઉત્પાદીત કંપનીના નવા બ્રિલિયન્સ જ્વેલરી સંગ્રહમાં સમાવિષ્ટ વીંટીઓ,બંગડીઓ,ગળાનો હાર અને ડાયમંડ રિંગ સહીતની જ્વેલરીનું વિશ્વના 7,000 સેલ્સ પોઇન્ટ પર વેંચાણ કરશે.

હીરા ફક્ત કાયમ માટે જ નહીં,પરંતુ દરેક માટે હોવા જોઇએ :પાન્ડોરાના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્ઝાન્ડર લેસિક

પાન્ડોરાના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્ઝાન્ડર લેસિકએ મીડીયાને આપેલી માહીતીમાં કહ્યુ કે હીરા ફક્ત કાયમ માટે જ નહીં,પરંતુ દરેક માટે હોવા જોઇએ.અમારી કંપનીએ ગત વર્ષે 50,000૦ હીરાનું વેંચાણ કર્યુ હતુ. મારો ઉદ્દેશ્ય પરવડે તેવા, ટકાઉ જ્વેલરી ઉત્પાદનો દ્વારા હીરા જડીત ઝવેરાતના કારોબાર અને બજારમાં પરિવર્તન લાવવાનું છે.

લેબ-ઉગાડવામાં આવતા હીરાની કિંમતો 2018 પછીથી ઘટી ગઈ છે અને હવે માઇન્ડ કરેલા હીરાની સરખામણીએ 10 સસ્તી છે. હીરા બજારમાં ઈજારો રાખવા માટે જાણીતી ડી બીઅર્સ કંપનીએ માનવસર્જિત હીરાની નવી જવેલરી બ્રાન્ડ લોન્ચ કર્યા પછી તેની કિંમતોમાં ઘટાડો થયો હતો. અન્ય મોટા બજારોમાં ઉપલબ્ધ થતાં પહેલાં સિન્થેટીક હીરાવાળા પાન્ડોરાનું નવું સંગ્રહ યુનાઇટેડ કિંગડમમાં આવતા વર્ષે શરૂ થશે.