અમેરિકાની એક કંપનીએ દુનિયાના સહુથી મોટું ડ્રોન બનાવ્યુ છે.જે અંતરિક્ષમાં રોકેટ અને સેટેલાઈટને લોંચ કરવાની ક્ષમતા ધરાવે છે.જેનુ નામ RAVN-X છે. જે અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રોન છે. તેને ચલાવવા પાયલટની જરૂર રહેતી નથી.આ ડ્રોનને અમેરિકન એરોસ્પેસ સ્ટાર્ટઅપ એવમ નામની કંપનીએ ખાસ અમેરીકાની સ્પેસ ફોર્સ માટે બનાવ્યું છે.આ ડ્રોનના અમેરિકાની મિલિટરી કંપની ઉપયોગ કરી શકે તે માટે એવમ કંપની અને અમેરીકાની સરકાર વચ્ચે 1 બિલિયન ડોલર (7304 કરોડ રૂપિયા) ની ડીલ થઈ છે.

ડ્રોનનુ નિર્માણ કરનારી એવમ કંપનીના સીઈઓ જે સ્કાઈલ્સ કહે છે કે મિસાઈલ અને પક્ષીના આકારથી પ્રેરિત થઈને બનાવવામાં આવેલા આ RAVN-X ડ્રોનથી રિમોટ સેન્સિંગ સેટેલાઈટ્સને લોંચ કરી શકાય છે.સ્પેસ સાયન્ટીસ્ટ આ ડ્રોનનો ભરપૂર ઉપયોગ કરી શકે છે. RAVN-X ડ્રોન કોઈપણ એરપોર્ટના રન-વે પરથી ઉડાન ભરી શકે છે. RAVN-X ડ્રોનની ઉંચાઈ 18 ફૂટ છે.તેમાં વિંગસ્પેન 60 ફૂટ અને લંબાઈ 80 ફૂટ છે. આ દુનિયાનું સૌથી મોટું અનમેન્ડ એરિયલ વ્હીકલ છે. જેથી રોકેટ કે સેટેલાઈટ લોંચ કરવા માટે કોઈપણ પ્રકારના લોંચપેડની જરૂરિયાત નથી. RAVN-X ડ્રોનની નીચે એક નાનું રોકેટ જોડાયેલું રહે છે. આ ડ્રોન વાયુમંડળના ઉપર સુધીના સ્તર સુધી જઈ શકે છે અને ત્યાથી રોકેટને લોંચ કરી શકાય છે.વળી રોકેટમાં 100 થી 500 કિલોગ્રામ સુધીના સેટેલાઈટ પણ રાખી શકાય છે. તેની મદદથી રોકેટ સેટેલાઈટને તેની નક્કી કરેલી ભ્રમણકક્ષા સુધી પહોંચાડી શકે છે.

RAVN-X ડ્રોનની વિશેષતાને જોતાં અમેરિકન સ્પેસ ફોર્સે એવમ કંપનીને ASLON-45 મિશન અંતર્ગત નાના સેટેલાઈટ્સ છોડવાની અનુમતિ આપી છે. ASLON-45 મિશનમાં અમેરિકી મિલિટરી પોતાના નાના સેટેલાઈટ્સ લોંચ કરશે.આ પ્રકારની ટેકનોલોજીથી અમેરિકા ભવિષ્યમાં આવનારા જોખમથી બચી શકે છે. તેના માટે જ અમેરિકા સ્પેસ ફોર્સ બનાવવામાં આવ્યું છે.એવમ કંપની હાલ 100 RAVN-X ડ્રોન બનાવી રહી છે.આ ડ્રોન દ્વારા સેટેલાઈટ લોંચ કરવાના ખર્ચમાં ઘટાડો થશે. સારી વાત એ છે કે RAVN-X ડ્રોન પોતાનું કામ પુર્ણ કરીને ધરતી પર પરત આવી જશે.