હીરા ઝવેરાતના સૈધાંતિક કારોબારને પ્રોત્સાહન આપવા વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ અને રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલે હાથ મિલાવ્યા

683

DIAMOND TIMES – હીરા અને આભૂષણ ઉદ્યોગની અગ્રણી સંસ્થાઓ વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ અને રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ હીરા અને ઝવેરાતની સમગ્ર સપ્લાય ચેઇનમાં સૈધાંતિક વ્યવસાયિક પદ્ધતિઓ અપનાવવા માટે સમર્પિત છે.હવે કુદરતી હીરા અને ઝવેરાતના વૈશ્વિક કારોબારમાં જવાબદાર વ્યવસાયિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા સહીત મુખ્ય મુદ્દાઓ પર સાથે કામ કરવા વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ (ડબ્લ્યુડીસી) અને રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ(આરજેસી)એ હાથ મિલાવ્યા છે.બંને સંસ્થાઓએ જારી કરેલી સંયુક્ત પ્રેસ રિલીઝ અનુસાર વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ (ડબ્લ્યુડીસી) અને રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ (આરજેસી)એ ક્રોસ-સદસ્યતાની સહભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ સહભાગીદારી પછી રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ ક્રીમ્બલી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (કેપીસીએસ) હેઠળ વૈશ્વિક વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલના ક્રીમ્બલી પ્રોસેસ ટાસ્ક ફોર્સમાં જોડાશે.ઉલ્લેખનિય છે કે જેમા તેમને કોન્ફીલિકટ ડાયમંડની વ્યાખ્યા કરવાની પણ સત્તા મળશે.ડબ્લ્યુડીસીના પ્રમુખ એડવર્ડ એશ્ચેરે જણાવ્યું કે આ પરસ્પર થયેલા આ કરાર ફક્ત કિમ્બર્લી પ્રોસેસ પ્રક્રિયા દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા માટે છે.જે હીરા અને ઝવેરાત ઉદ્યોગની પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે.અમારા તમામ સભ્યો હિસ્સેદારો, સમુદાયો આ સિધ્ધાંતને અનુસરવા સમર્પિત છે.આરજેસી અધ્યક્ષ ડેજેડ બૂફાર્ડે જણાવ્યું હતું કે અમે પણ સૈધાંતિક કારોબારમાં વિશ્વાસ રાખીએ છીએ.પરિણામે ડબલ્યુડીસી સાથે થયેલી ભાગીદારીથી અમને તેના અનુભવો અને જ્ઞાનનો લાભ પ્રાપ્ત થશે.