હવે રફ હીરાના ખાણકામમાં કુતરાઓ બનશે સહાયક

21

રફ હીરાની ખાણમાં આવનારા સંભવિત ખતરાને સુંઘી લેશે આ ડોગ રોબોટ

DIAMOND TIMES –કેનેડામાં કેનેડિયન ડાયમંડ કંપની અને ડીબિયર્સની ભાગીદારી ધરાવતી ડાયાવિક,એકાતિ અને ગહચો કુઈ ખાણ આવેલી છે.આ ખાણો દુર્ગમ અને બર્ફીલા વિસ્તારમાં આવેલી છે.આર્કટિક સર્કલની ધાર પર ઉત્તર-પશ્ચિમ પ્રદેશની આ ખાણમાં તાપમાન માઈનસ 40 ડીગ્રી જેટલુ નીચુ રહે છે.આવી હાડ થિજાવતી ઠંડી વચ્ચે વાતાવરણ માં ગમે ત્યારે પલટો આવે છે.આ પ્રકારના તોફાનના પગલે હીરાની ખાણમાં કામ કરતા ખાણીયાઓ પર જીવનું જોખમ આવવાની સંભાવનાઓ રહેતી હોય છે.

આ બાતને ધ્યાનમાં રાખી ખાસ એલર્ટ રહેવાની જરૂર પડતી હોય છે.એલર્ટનેસની આ કામગીરી માટે આધુનિક ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે.જેનાથી ખાણમાં કામ કરતા કામદારોને સુરક્ષિત રાખવામાં મદદ મળી શકે છે.

ડી બિયર્સના પ્રવક્તા સીન કેનેડીએ કહ્યુ કે કેનેડિયન ડાયમંડ કંપની અને ડીબિયર્સની ભાગીદારી ધરાવતી ગહચો કુઈ ખાણમાં કામ કરતા કામદારોને સુરક્ષિત રાખવા અને ખાણકામમાં સહાયક નિવડે તેવા ચાર પગવાળા બે ડોગ રોબોટને ભાડે રાખીને કામે લગાડયા છે.આ બંને ડોગ રોબોટ હીરાના ખાણકામનું મોનિટરિંગ,સ્પિલેજનું નિરીક્ષણ અને ફાયર ડિટેક્શન સિસ્ટમ્સની ચકાસણી કરી શકે છે.આ ઉપરાંત તેમા નિયત કરેલા પૂર્વ-પ્રોગ્રામિંગ મુજબ સવતંત્ર રીતે કામ પણ કરી શકે છે.જેમા ખાણના ફોટા,વિડિઓ,થર્મોગ્રાફિક છબીઓ અને એકોસ્ટિક ડેટાનો સમાવેશ થાય છે.આ ડોગ રોબોટને અક વાર ચાર્જીંગ કરવાથી 14 કિલોના પેલોડ સાથે ખાણમાં 1,000 મીટરની મુસાફરી પણ કરી શકે છે.