જ્વેલરીના ક્ષેત્રે મહિલાઓનો દબદબો : ક્વિન ઓફ કલર્ડ ડાયમંડથી વિખ્યાત વિહારી શેઠનું અનોખુ બ્યુટીક

DIAMOND TIMES : ઇન્ટરનેશનલ સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કંપની વિહારી જેમ્સના મહિલા માલિક વિહારી શેઠ પોદ્દારે સિંગાપોરના પેરાગોનમાં અનોખા ફ્લેગશિપ બ્યુટીકનો શુભારંભ કરી હીરા અને ઝવેરાતના ક્ષેત્રમાં મહીલા સાહસિકોના યોગદાનને ઉજાગર કર્યુ છે.

વિહારી શેઠ પોદ્દાર મુળ પાલનપુરી ગુજરાતી ઉદ્યોગ સાહસિક મહીલા છે.વિહારીની ચાર પેઢી ડાયમંડ ટ્રેડિંગના કારોબાર સાથે સંકળાયેલી છે.વિહારી શેઠ પોદ્દારનો જન્મ અને ઊછેર સિંગાપુરમાં જ થયો છે.વિહારી શેઠના પિતા રાજેશ શેઠ હીરા -ઝવેરાતના કારોબાર માટે સિંગાપોરમાં સ્થાયી થયા હતા.

બાળપણથી જ વિહારીને હીરા-ઝવેરાત પ્રત્યે ખાસ લગાવ હતો

બાળપણથી જ વિહારીને હીરા-ઝવેરાત પ્રત્યે ખાસ લગાવ હતો.બાળકી વિહારી જ્યારે પિતાની સાથે માત્ર રમત રમવા ઓફિસે આવતા ત્યારે કોને ખબર હતી કે આ બાળકી આગળ જઈને જ્વેલરીના કારોબારમાં ખુબ મોટું નામ કમાશે. વિહારીને હીરા અને ઝવેરાતના કારોબારમાં કુશળતા માતા અને પિતા તરફથી વારસામાં મળી છે. વિહારીના માતા પણ ઝવેરાતના કારોબારમાં ખુબ જ નિપુણ છે.

વિહારીને બાળપણથી જ હીરા અને ઝવેરાત વિશે નવુ નવુ જાણવાની અત્યંત ઉત્સુકતા રહેતી હતી. આ સદ્દગુણે જ વિહારીને હીરા ઝવેરાતના કારોબારમાં ખુબ જ સામર્થ્યવાન બનાવ્યા છે. અમેરિકાની જેમોલોજિકલ ઇન્સ્ટીટ્યુટમાં (GIA )માં હીરા અને અન્ય રત્નો વિશે ગહન અભ્યાસ કર્યા પછી 2006માં સિંગાપોરમાં વિહારી જ્વેલ્સની શરૂઆત કરી હતી.વર્તમાન સમયે હોંગકોંગ, બેંગકોક, ઈઝરાયેલ અને સિંગાપુરમાં તેમની સેલ્સ ઓફિસ કાર્યરત છે.

વિહારી જેમ્સમાં હીરાનું કટીંગ-પોલિશીંગનું કામ ઇનહાઉસ થાય છે.

વિહારી જેમ્સની સ્થાપનાને 17 વર્ષ જેટલો સમય વીતી ગયો છે.આટલા વર્ષોની અત્યંત સફળતા પુર્વકની સફરમાં કંપનીએ અકલ્પનિય પ્રગતિ કરી છે. વર્તમાન સમયમાં વિહારી જેમ્સમાં હીરાનું કટીંગ-પોલિશીંગનું કામ ઇનહાઉસ થાય છે.

વિહારીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યુ કે હીરાઓ અત્યંત સુંદર અને મનમોહક હોય છે, જેથી તે દરેકની પ્રથમ પસંદ હોય છે.પરંતુ વિષમતા એ છે કે આ હીરા ક્યાથી આવે છે અને કેવી રીતે તૈયાર થાય છે તે અંગે મોટાભાગના લોકો અજાણ હોય છે. વિહારીએ ઉમેર્યુ કે આ વિષમતાને દુર કરવા અમે એક આધુનિક સુવિધા યુકત સ્થળ નિર્માણ કરવા માંગતા હતા કે જેની મુલાકાત લઈને લોકો સુંદર અને મનપસંદ દાગીનાની ખરીદીની સાથે માઈન્સથી માર્કેટ સુધીની હીરાની યાત્રા અંગે માહીતગાર થઈ શકે !!

બ્યુટીક ગ્રાહકોને એક મ્યુજીયમ જેવો અનુભવ કરાવી રહ્યુ છે.

આ પ્રકાર્ની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અમો યોગ્ય અને એડ્યુકેશનલ સ્પેસની તલાશમાં હતા. ઘણા સમયની મહેનત પછી અમને બ્યુટીક શરૂ કરવા માટે પેરાગોનમાં ઇચ્છીત અને મનપસંદ જગ્યા મળી હતી. 1,340 સ્ક્વેર ફૂટમાં તૈયાર કરવામાં આવેલા આ બ્યુટીક ગ્રાહકોને એક મ્યુજીયમ જેવો અનુભવ કરાવી રહ્યુ છે.

બ્યુટીકમાં અમોએ 50 કેરેટના એક સ્ટાર રૂબીને પણ ડિસ્પ્લેમાં મુક્યો છે.આ ઉપરાંત ગ્રાહકોને આરામ કરવા માટે ખાસ અલાયદી સ્પેશની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્પેશમાં પણ અમોએ હીરા અંગે વિવિધ માહિતી આપતા ફોટાગ્રાફ મુક્યા છે.જેથી ગ્રાહકો આરામ કરતા હોય ત્યારે પણ હીરા વિશે માહીતગાર થઈને યોગ્ય જ્વેલરીની પસંદગી કરી શકે.

સિંગાપોરના હીરા-ઝવેરાત ઉદ્યોગે વિહારીને ક્વિન ઓફ કલર્ડ ડાયમંડની ગૌરવપ્રદ ઉપમા આપી છે.

સિંગાપોરના હીરા-ઝવેરાત ઉદ્યોગે વિહારીને ક્વિન ઓફ કલર્ડ ડાયમંડની ગૌરવપ્રદ ઉપમા આપી છે.વિહારી જ્વેલ્સ દ્વારા નિર્મિત ડાયમંડ રિંગ્સ, ઈયરરિંગ્સ , બ્રેસલેટ, નેકલેસ સહીતની ઉત્તમ અને કલાત્મકતા જ્વેલરી અત્યંત મનમોહક અને આકર્ષક હોય છે. વિહારી દ્વારા ડિઝાઇન કરેલી જ્વેલરીને ટેટલર, પ્રેસ્ટિજ, એલે , બ્લૂમબર્ગ સહીતની કંપનીઓએ પ્રસિધ્ધી અપાવી છે.