ઝવેરાતના ક્ષેત્રમાં સાહસિક મહીલાઓનું યોગદાન વધરાવાનો વિમેન્સ જ્વેલરી એસોસિએશનનો સંનિષ્ઠ પ્રયાસ

918

હીરા અને ઝવેરાત અને લકઝરી વોચના વૈશ્વિક કારોબાર અંગે જરૂરી શિક્ષણ મેળવવા માગતી ઉદ્યોગ સાહસિક મહીલાઓ માટે વિમેન્સ જ્વેલરી એસોસિએશન ફાઉન્ડેશન દ્વારા ચાલવામાં આવતા શિષ્યવૃત્તિ કાર્યક્રમ અંતર્ગત એપ્રિલના અંત સુધી શિષ્યવૃત્તિની અરજીઓ સ્વીકારવાની જાહેરાત.

હીરા અને ઝવેરાત અને લકઝરી વોચના વૈશ્વિક કારોબારમાં ઉદ્યોગ સાહસિક મહીલાઓનું યોગદાન વધે એવો વિમેન્સ જ્વેલરી એસોસિએશનનો હરહંમેશ ઉમદા આશય અને સંનિષ્ઠ પ્રયાસ રહ્યો છે.હીરા અને ઝવેરાત અને લકઝરી વોચના વૈશ્વિક કારોબાર અંગે જરૂરી શિક્ષણ મેળવવા માગતી મહીલાઓ માટે વિમેન્સ જ્વેલરી એસોસિએશન ફાઉન્ડેશન દ્વારા ખાસ શિષ્યવૃત્તિ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.
વિમેન્સ જ્વેલરી એસોસિએશન (ડબ્લ્યુજેએ) ફાઉન્ડેશનએ 2021 શિષ્યવૃત્તિ કાર્યક્રમની જાહેરાત કરી છે.જે મુજબ આગામી 30 એપ્રિલ 2021 દરમિયાન હીરા અને ઝવેરાત અને લકઝરી વોચના કારોબાર માટે શિક્ષણ મેળવવા માંગતી મહીલા અરજદારો અરજી કરી શકે છે.સિન્ડી એડલ્સટિન જ્વેલરી ડિઝાઇન અને ડબલ્યુજેએ-ગેબ્રિયલ લવ ફાઉન્ડેશન સ્ટૂડન્ટ શિષ્યવૃત્તિ હેઠળ 5,000 ડોલરની સહાય મળે છે.આ ઉપરાંત અન્ય શિષ્યવૃત્તિ હેઠળ 1,000 થી 7,000 ડોલર સુધીની શિક્ષણ સહાય આપવામાં આવે છે.