સોનાના ભાવમાં મોટા ચડાવ ઉતારથી લોકો ડિજિટલ ગોલ્ડના રોકાણ તરફ વળ્યા

236
Gold Used in Diamond Jewellery
Gold bars used in diamond jewellery

DIAMOND TIMES – ભારતમાં સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા લાખો પરિવારો માટે સોનાના ભાવમા થતી મોટી ઉથલ પાથલ ચિંતાનો વિષય રહ્યો છે.આવા પરિવારોમાં સંતાનોના લગ્ન કે અન્ય શુભ પ્રસંગ આવે ત્યારે સોનાના આભુષણોની ખરીદી માટે બનાવેલુ નિર્ધારીત બજેટ ખોરવાઈ જાય છે.ઉપરાંત ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ પછી સોનાને ઘરમાં સલામત સાચવી રાખવાની પણ એક મોટી જવાબદારી આવી જાય છે.સોનાની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં ડિજિટલ ગોલ્ડ ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે અને આ જ કારોણોસર ભારતમાં એનું ચલણ વધી રહ્યું છે.અમુક વર્ષોમાં એમાં સરેરાશ 25-30% જેવો વધારો જોવા મળ્યો છે.

ઉપરોક્ત તમામ સમસ્યાઓનો ઉકેલ ડિજિટલ ગોલ્ડમા આવેલો છે.ટેકનોલોજી અને ઇન્વેસ્ટમેન્ટ માટે હવે નવા રસ્તાઓ ખુલી રહ્યા છે.તેમાથી જ ડિજિટલ ગોલ્ડનો વિચાર જનમ્યો હતો.ભારતમાં ડીઝીટલ ગોલ્ડનું ચલણ છેલ્લાં પાંચેક વર્ષોથી શરૂ થયું છે. સૌથી મોટી વાત એ છે કે ડિજિટલી ગોલ્ડમાં 1 રૂપિયાનું સોનું પણ ખરીદી શકાય છે.જેથી સોનાનો ભાવ જે કઈ પણ હોય, ગ્રાહક તેની ક્ષમતા મુજબ સોનું ખરીદી શકે છે.આ ઉપરાંત તેને સાચવવાની પણ કોઈ ચિંતા રહેતી નથી.અને શુદ્ધતાની પણ પૂરી ખાતરી રહે છે. આ સોનું કંપનીઓ પાસે સિક્યોરિટી હેઠળ રહે છે.

MMTC-PAMP ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તેમજ અન્ય બુલિયન ટ્રેડિંગ કંપનીઓ ડિજિટલ ગોલ્ડની સગવડતા આપે છે. આ સોનું પેટીએમ, ગૂગલ પે, મોતીલાલ ઓસવાલ, HDFC સિક્યોરિટીઝ, ફોન પે પરથી ઓનલાઈન ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકાય છે. ઇન્ડસ્ટ્રી સાથે સંકડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં 3 વર્ષમાં 7-8 કરોડ લોકોએ ડિજિટલ ગોલ્ડ ખરીદ્યું છે. બ્રોકરોના જણાવ્યા પ્રમાણે, આ સમયગાળામાં અંદાજે 8000-9000 કિલો ડિજિટલ ગોલ્ડના વેચાણનો અંદાજ છે.કોઈ વ્યક્તિ ઓનલાઈન સોનું ખરીદે છે ત્યારે બુલિયન કંપનીઓ અને રિફાઇનરી એટલી કિંમતનું ફિઝિકલ સોનું ગ્રાહકના નામથી તેના લોકરમાં રાખે છે.તેના બદલામાં ગ્રાહકને એક પર્ચેઝ રિસીપ્ટ મળે છે.આ રીતે તમારા ડિજિટલ વૉલેટમાં સોનું આવે છે.એનું ખરીદ અને વેચાણ પણ થઈ શકે છે અને એ રિસીપ્ટને ફિઝિકલ ગોલ્ડના સ્વરૂપમાં પણ મેળવી શકાય છે.