અરે વાહ ! જંગલી ગેંડાઓ કરી રહ્યા છે પ્રાકૃતિક હીરાનું પ્રમોશન

DIAMOND TIMES – નેચરલ ડાયમંડ કાઉન્સિલ (એનડીસી) અને રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ (આરજેસી) ના સંયુક્ત ઉપક્રમે ” થેંક્યુ, બાય ધ વે” ટેગ લાઇન હેઠળ પ્રાકૃતિક હિરાના પ્રમોશન માટે ખાસ કેમ્પેઈન નો આરંભ થયો છે . આ અભિયાન હેઠળ ગ્રાહકો જ્યારે હીરાની ખરીદી કરે છે, તે નાણાથી રફ હીરાનું ઉત્પાદન કરતા વિવિધ દેશોની સ્થાનિક પ્રજા સહીત,સમગ્ર માઈન્સથી માર્કેટ સુધી હીરા અને ઝવેરાત ના કારોબારમાં કાર્યરત સમસ્ત સમુદાયને કેવી રીતે આર્થિક ફાયદો થાય છે તે બાબત સમજાવી નેચરલ હીરા ઉદ્યોગના ટકાઉપણાના પ્રયાસો વિશ્વ સમક્ષ ઉજાગર કરીને હીરાની ખરીદી કરનાર ગ્રાહકો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરે છે.

નવા અભિયાનમાં મુખ્ય રીતે એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ગ્રાહકોએ કુદરતી હીરાની ખરીદી કરતા તે નાણામાથી દક્ષિણ આફ્રિકામાં વસતા ગેંડાઓને 200,000 હેક્ટર જેટલા વિસ્તારમાં સુરક્ષિત કરવામાં મદદ મળી છે. ઉપરાંત રફ હીરાનું ઉત્પાદન કરતા દેશોના ગ્રામિણ વિસ્તારમાં રહેતા આર્થિક રીતે પછાત જાતીના લાખો બાળકોને આરોગ્ય , શિક્ષણ સહિતની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે.આ પ્રકારની જાહેરાત નેચરલ ડાયમંડ કાઉન્સિલની વેબસાઈટ અને સોશિયલ મીડિયા ચેનલો પર પ્રસારીત થશે. વધુમાં તે અમેરીકા માં આયોજીત થનાર જેસીકે લાસ વેગાસ શો ના મુલાકાતીઓ એનડીસીના બૂથ પર નિહાળી શકે છે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.નેચરલ ડાયમંડ કાઉન્સિલના સીઈઓ ડેવિડ કેલીએ કહ્યુ કે ગ્રાહકો કુદરતી હીરાની ખરીદી કરે છે તેનાથી વિશ્વમાં જનજીવન પર કેવી સકારાત્મક અસર થાય છે તે દર્શાવવા માંગી અમો ગ્રાહકોનો આભાર માનીએ છીએ.