કોરોના વાઇરસના પગલે વણસેલી સ્થિતિના કારણે સોનાના આભુષણો માટે ફરજીયાત હોલમાર્કિંગની સમય મર્યાદા સરકારે 15 જાન્યુઆરી 2021 થી વધારી પહેલી જૂન 2021 સુધી લંબાવી છે.પરંતુ સરકાર દ્વારા નિર્ધારીત કરેલી જૂન 2021ની નવી સમયમર્યાદા મુજબ પણ ગોલ્ડ હોલમાર્કિંગના 100 ટકા સુધીનો લક્ષ્યને હાંસલ કરવાની ખુબ જ ઓછી સંભાવના હોવાનુ જાણકારો કહી રહ્યા છે.ભારતમા નાની મોટી લગભગ ત્રણ લાખ ઝવેરીઓ કંપનીઓ સોનાના આભુષણના વેપાર સાથે સંકળાયેલી છે.જે પૈકી હાલમા માત્ર 30,000 ઝવેરીઓ જ બીઆઇએસ સર્ટિફાઇડ અને હોલમાર્કવાળું સોનું વેચે છે. હોલ માર્કીંગ ગ્રાહકોને સોનાના ઝવેરાતની ખરીદી કરતી વખતે સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે અને ગ્રાહકો છેતરાઈ નહી તે માટે હોલ માર્કીંગને અમલી બનાવવાનો સરકારનો સારો ઉદ્દેશ્ય છે.
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ એક અખબારને આપેલી મુલાકાત દરમિયાન કહ્યુ કે જ્વેલરીનો કારોબાર પહેલી જૂન 2021 સુધીમાં 100 ટકા હોલમાર્કિંગ હાંસલ કરી શકે તેમ નથી.જેથી અમે સરકારને વિનંતી કરી છે કે તે સમયમર્યાદામા હજુ પણ વધારો કરે. ઉદ્યોગે લોકડાઉનમાં ત્રણ મહિના ગુમાવ્યા છે.ઝવેરાત બજારમા પુન: રિકવરી મેળવવામાં જ ઘણા મહીનાઓ લાગી જવાના છે.તેમણે ઉમેર્યુ કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ રજૂ કરવામાં આવ્યા પછી સરકારે સમગ્ર હોલમાર્કિંગ ધારાની જરૂરિયાત અંગે પુન:વિચર કરવાની આવશ્યકતાઓ છે.અમે માનીએ છીએ કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ તમામ પ્રકારનાં વેચાણ અને સર્વિસિસને કવર કરે છે.જ્યારે હોલમાર્કિંગ એક્ટ ફક્ત મર્યાદિત ક્ષેત્રોને જ આવરી લે છે.વધુમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અને હોલમાર્કિંગ એક્ટની દંડનીય જોગવાઈઓ પણ અલગ અલગ છે.જેથી અલગ અલગ કાયદાઓમાં અલગ પ્રકારના દંડની જોગવાઈઓના લીધે ગ્રાહકોને ન્યાય મળવામાં વિલંબ થાય છે.
ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે જણાવ્યું કે “2021 સુધીમાં માત્ર 70 ટકા ઝવેરીઓ આભુષણોના સ્ટોક્સને સોનાના હોલમાર્ક વડે રિપ્લેસ કરી શકશે.સોનાના હોલમાર્ક માટે સંપૂર્ણ સ્ટોકને રિપ્લેસ કરવામાં બીજા ત્રણથી ચાર મહિનાનો સમય લાગશે.જેથી સરકારે આ નિય્મને અમલી બનાવવા સમય મર્યાદા પહેલી જાન્યુઆરી 2022 સુધી લંબાવવી જોઈએ.જો સમય મર્યાદામા વધારો કરવાને બદલે પહેલી જૂન 2021 સુધી જ નિર્ધારીત રાખવામાં આવશે તો નાના ઝવેરીઓને તકલીફ પડશે.
મોટાભાગના ઝવેરીઓનુ પણ કહેવુ છે કે સોનાના ભાવમાં ઉછાળો આવતાં અને બજારમાં આર્થિક અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી સોનાની ઝવેરાતના વેંચાણમા ઘટાડો થયો છે.જ્યા સુધી ઝવેરીઓ તેમની પ્રોડક્ટ્સ વેચવા સમર્થ થાય નહીં ત્યાં સુધી તેઓ તેઓ તેમના સ્ટોકને હોલમાર્ક ગોલ્ડ સાથે રિપ્લેસ કરી શકે તેમ નથી.અમને લાગ્તુ હતુ કે ગત વર્ષ 2020 ના ઓક્ટોબર સુધીમાં એક લાખ ઝવેરીઓ હોલમાર્કિંગ અપનાવશે.પરંતુ કોરોનાના કારણે આ પ્રક્રિયામાં ખુબ જ વિલંબ થયો છે.