હોંગકોંગની એક હીરાની કંપની મેહુલ ચોક્સીને કેમ કેરી રહી છે મદદ ?

1325

DIAMOND TIMES – એક તરફ ડોમિનિકાની જેલમાં કેદ મેહુલ ચોકસીને ભારતીય એજન્સીઓ પરત લાવવાના પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ હોંગકોંગ સ્થિત ડિજિકો હોલ્ડિંગ્સ લિમિટેડની સહયોગી અને હીરા ઝવેરાતના કારોબારમાં સૌથી મોટા રિટેલર્સમાં સામેલ NV નામની હીરાની કંપની મેહુલ ચોક્સીને મદદ કરી રહી છે.ઉલ્લેખનિય છે કે હોંગકોંગ સ્થિત હીરા-ઝવેરાતની કંપની NV મેહુલ ચોક્સીના ભાઈ ચેતન ચીનુ ચોકસીની છે.જેથી આવા વિકટ સમયે હવે ભાઈ ભાઈની મદદે આવ્યો છે.

એન્ટિગાના સ્થિત ઓનલાઈન પોર્ટલ એસોસિયેટ્સ ટાઈમ્સ દ્વારા બહાર પાડવામાં અહેવાલ મુજબ મેહુલ ચોકસીના ભાઈ ચેતન ચીનુ ચોકસી પણ 29 મેના રોજ પ્રાઈવેટ જેટથી ડોમિનિકા પહોંચી વિપક્ષ નેતા લેનોક્સ લિંટન સાથે મુલાકાત કરી ચુક્યા છે.આ પોર્ટલે દાવો કર્યો છે કે ચેતન ચોકસીએ ડોમિનિકાના વિપક્ષી નેતા લેનોક્સ લિંટનને લાંચમાં 2 લાખ અમેરિકન ડોલર આપ્યા છે.ઉપરાંત ચેતન મોદીએ લેનોક્સને ચૂંટણીમાં મદદ કરવાનો પણ વિશ્વાસ આપ્યો છે.જેના બદલામાં લિંટનને મેહુલ ચોકસીના મુદ્દાને ત્યાંની પાર્લમેન્ટમાં ઉઠાવી મેહુલ ચોકસીની તરફેણમાં નિવેદન આપવાનું કહ્યું છે.અહેવાલો અનુસાર ચેતન ચોકસી અને ડોમિનિકાના વિપક્ષી નેતા લેનોક્સ લિંટન વચ્ચેની આ ડીલ પછી ડોમિનિકાની યુનાઈટેડ વર્કર્સ પાર્ટીના નેતા લેનોક્સ લિંટને મેહુલ ચોકસીના મુદ્દે તપાસની માગ કરી પોલીસ અને સરકારમાં આ મામલે સંબંધિત મંત્રીની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા છે.

બીજી તરફ મેહુલ ચોકસીને ભારત લાવવા સીબીઆઈ અને ઈડીની ટીમે ડોમિનિકામાં ધામા નાખ્યા છે. 2 જૂનના રોજ કોમનવેલ્થ ઓફ ડોમિનિકાની કોર્ટમાં ચોકસીની અરજી પર સુનાવણી થવાની છે.જેમા ભારતની સીબીઆઈ અને ઈડીની ટીમ પણ કોર્ટમાં હાજર રહેવાની છે.ઉલ્લેખનિય છે કે મેહુલ ચોકસીની લીગલ ટીમની અરજી પર કોમનવેલ્થ ઓફ ડોમિનિકાની કોર્ટે 2 જૂન સુધી મેહુલ ચોકસીને ડોમિનિકામાંથી બહાર લઈ જવા પર પ્રતિબંધ મુકી દીધો છે.ત્યારે કોર્ટની ગતિવિધી પર તમામની નજર કેન્દ્રીત રહેશે.