DIAMOND TIMES : જાપાનમાં G-7 ના નેતાઓ ભેગા થયા ત્યારે દુનિયાના દેશોની આ સમિટ પર નજર હતી. રશિયન હીરા પર પ્રતિબંધ મુકવા માટે આ સમિટ અગત્યની જણાઈ રહી હતી. જો કે જાપાનના હિરોશિમામાં યોજાયેલી આ સમિટ રશિયન હીરા પર પ્રતિબંધ મુકવાના કોઈ સ્પષ્ટ આદેશ વિના પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. વળી નવાઈની વાત તો એ રહી કે રશિયાના હીર પર પ્રતિબંધ મુકવાની જાહેરાત યુકેના વડાપ્રધાન ઋષિ સુનાકે G7 સમિટમા નહી, પરંતુ સમીટની પુર્વ સંધ્યા કરી હતી. યુકેના વડાપ્રધાન ઋષિ સુનાક દ્વારા લેવાયેલા ઉપરોક્ત નિર્ણય અંગે કેટલાક નિષ્ણાંતોએ પોતાનો અલગથી મત્ત વ્યકત કર્યો છે.
નિષ્ણાંતોના મત્તે G7 સમિટમાં નેતાઓએ હીરામાં વેપારને પ્રતિબંધિત કરવા માટે નજીકથી કામ કરવાનું માત્ર વચન આપ્યું હતું, પરંતુ અપેક્ષિત પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી ન હતી કે જેની કેટલાકને અપેક્ષા હતી. સમિટ દરમિયાન G-7 દેશોએ રશિયાના ગેરકાયદે, ગેરવ્યાજબી યુક્રેન આક્રમણમાં યુક્રેન સાથે રહેવાની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. જો કે ત્રણ દિવસીય સમિટ રશિયાને આર્થિક રીતે અલગ કરવા અને તેના યુદ્ધ કરવાની ક્ષમતાને નબળી બનાવવાના પગલાં લેવાના ચર્ચા સાથે સમાપ્ત થઈ હતી. પરંતુ રશિયન હીરાને ગેરકાયદેસર જાહેર કરવા કોઈ નક્કર વિગતો આપી ન હતી.
G7 ના આયોજન પાછળનો હેતુ વિવાદ ઉભો કરવાનો નહી, પરંતુ સમસ્યાઓનું સમાધાન લાવવાનો છે : નિષ્ણાંતો
યુકેના વડાપ્રધાન ઋષિ સુનાકે G7 સમિટમા નહી, પરંતુ સમીટની પુર્વ સંધ્યાએ રશિયન હીરા પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ અંગે નિષ્ણાંતોએ પોતાનો મત્ત વ્યકત કરતા કહ્યું કે જો સમિટમા રશિયાના રફ હીરા પર પ્રતિબંધ મુકવાના મામલે વિરોધ થવાની સંભાવના હતી, કારણ કે આ મુદ્દે G7માં એકતાનો અભાવ હતો. ઉપરાંત જો આ મામલે ચર્ચા થાત અને મુદ્દો ઉગ્ર બને તો સમય પણ બરબાદ થાય તેમ હતો. નોંધનિય છે કે G7ના આયોજન પાછળનો હેતુ વિવાદ ઉભો કરવાનો નહી, પરંતુ સમસ્યાઓનું સમાધાન લાવવાનો છે. આ તમામ બાબતોને સધ્યાને રાખી G7 સમિટ રશિયન હીરા પર પ્રતિબંધની જાહેરાત વિના જ સમાપ્ત થઈ હતી.
જો કે યુક્રેન કટોકટી અંગે નિવેદન આપતા G7 દેશના નેતાઓએ કહ્યું કે હીરાની નિકાસમાંથી રશિયાની આવકને ઘટાડવા અમે રશિયામાં અને ઉત્પાદિત હીરાના વેપારમાં અને ઉપયોગમાં લેવાતા હીરાને પ્રતિબંધિત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. ટ્રેસિંગ ટેકનોલોજી સહિતના ભાવિ સંકલિત પ્રતિબંધિત પગલાંના અસરકારક અમલીકરણની ખાતરી કરવાના હેતુ સાથે મુખ્ય ભાગીદારો સાથે જોડાઈશું.