શા માટે અચાનક બીટકોઈન ભાવમાં 65000 ડોલરથી 8200 એ આવીને ધબડકો થયો? કંપની આપ્યું આવું કારણ

Bitcoin's 90% flash crash on Binance US, explained

24

બાવીસમી ઓક્ટોબરે અમેરિકાના ન્યૂયોર્કમાં ઉઘડતા બજારે ક્રિપ્ટોકરન્સી ના ભાવમાં ભંગાણ આવ્યું હતું. ન્યૂયોર્કના બાઈનાન્સ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ બજાર ખૂલ્યું તે સાથે જ વિશ્વનો સૌથી ઊંચા ભાવનો ક્રીપ્ટોકરન્સી ગણાતો બિટકોઈન પોતાના વાસ્તવિક મુલ્યથી 90 ટકાતૂટીને સીધો 8200 ડોલરે આવી ગયો હતો. બિટકોઈનનો ભાવ 65,000 ડોલરથી ઘટીને 8,200 ડોલર પર પહોંચી ગયો હતો, જેના પગલે વિશ્વભરના રોકાણકારોમાં હાહાકાર મચી ગયો હતો.

ક્રીપ્ટોકરન્સી બિટકોઈનના ભાવમાં અચાનક 90 ટકાનું ગાબડાથી વિશ્વભરના એક્સચેન્જમાં પણ દોડધામ મચી ગઈ હતી. એકાએક આ શું થઈ ગયું તે કોઈને સમજાતું નહોતું. થોડી મિનિટો સુધી એક્સચેન્જમાં હહાક્ર મચી ગયો હતો. કોઈને ખબર પડતી નહોતી કે બિટકોઈનના ભાવમાં આટલો બધો ઘટાડો અચાનક કેવી રીતે થઈ ગયો?

કોઈ ટેકનીકલ ખામીના લીધે ક્રીપ્ટોકરન્સી બિટકોઈનના ભાવ તૂટ્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પણ આ વચ્ચે ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ દ્વારા બિટકોઈનના ભાવમાં કડાકા માટે એક ટેકનીકલ ખામીને જવાબદાર ગણાવીછે. આ ખામી એક ઈન્સ્ટીટ્યૂશનલ કસ્ટમરના ટ્રેડિંગ અલ્ગોરિધમમાં મળી આવી હતી.

ક્રીપ્ટોકરન્સી બીટકોઈનની કંપની બાઈનાન્સના આધિકારિક પ્રવક્તાએ પોતાનું નિવેદન જાહેર કરવું પડ્યું હતું. આ પ્રવક્તાએ કહ્યું કે, અમારી કંપની હજુ પણ આ સમગ્ર મામલાને સમજી શકી નથી. અધિકારીઓ કયા વિભાગમાં ખામી થઈ તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ હવે કંપનીએઆ ખામીની સમસ્યાને ને દૂર કરી છે.”