બિટકોઇન અને ગોલ્ડ વચ્ચેના ભવિષ્યના ખરાખરીના જંગમાં કોની થશે જીત ? જાણો નિષ્ણાંતોનો મત્ત

DIAMOND TIMES – ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ક્રિપ્ટો કરન્સી અંગે અસ્પષ્ટ નીતિ હોવા છતાં લોકો બિટકોઇનનો ડિજિટલ એસેટસ તરીકે અપનાવી રહ્યા છે.આ ટ્રેન્ડ જોતાં કહી શકાય કે, આગામી સમયમાં બિટકોઇન ગોલ્ડ માર્કેટ પર કબજો જમાવી દેશે.એટલે કે ભવિષ્યમાં બિટકોઇન સોનાનું સ્થાન લઈ લે તેવી શક્યતા છે.આ પરિવર્તન ના કારણે ભવિષ્યમાં બિટકોઇનના ભાવ વધીને એક લાખ ડોલર થઈ શકે છે તેમ વૈશ્વિક નાણાં સંસ્થા ગોલ્ડમેન સારસે જણાવ્યું હતું.

ગોલ્ડમેનના રિપોર્ટમાં રજૂ કરાયેલા અંદાજ મુજબ બિટકોઇનનું ફ્લોટ એડજસ્ટ માર્કેટ વેલ્યુ 700 બિલિયન ડોલર આસ પાસ છે.જે સ્ટોર ઓફ વેલ્યુ માર્કેટનો 20 ટકા હિસ્સો છે.જેમાં બિટકોઇન અને સોનાનો સમાવેશ થાય છે.બજારનો ટ્રેન્ડ જોતાં એમ કહી શકાય કે સોનામાં રોકાણ મૂલ્ય 26 ટ્રિલિયન ડોલર છે.

હવે જો ભવિષ્યમાં એટલે કે આગામી પાંચ વર્ષમાં બિટકોઇનના મૂલ્યમાં 50 ટકા જેટલી વૃદ્ધિ નોંધાશે તો તેનું મૂલ્ય એક લાખ ડોલરની સપાટી કુદાવી દેશે જે વાર્ષિક ધોરણે 17 થી 18 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી સંભાવના છે.ઉલ્લેખનીય રહેશે કે બિટકોઇનમાં ગત વર્ષે 60 ટકા જેટલી વૃદ્ધિ નોંધાઈ હતી.ગત નવેમ્બરમાં તે 69000 ડોલરની વિક્રમી ટોચે પહોંચ્યો હતો. 2016 પછી તેમાં 4700 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.જે ડિજીટલ એસેટસમાં સર્વાધિક છે.સોનું અને બિટ કોઇન એક સમાન પરિબળ ધરાવે છે. આ બંને એસેટ્સ જાહેરમાં દેખાતી નથી તેમજ આ બંને એસેટસમાં મોટા પાયે વોલેટાલિટી જોવા મળે છે બંનેના ભાવ પણ ઉંચા છે.

વિશ્વભરમાં ક્રિપ્ટો કરન્સીમાં વધેલા આકર્ષણના પગલે વિતેલા2021ના કેલેન્ડર વર્ષમાં ગ્લોબલ ક્રિપ્ટો ફંડ્સમાં 9.3 બિલિયન ડોલરનું રોકાણ છે.ડિજિટલ એસેટ અંગેના એક રિપોર્ટ મુજબ 2020માં સંસ્થાકીય રોકાણમાં 36 ટકા વધારો જોવાયો છે. વર્ષ દરમ્યાન સંસ્થાકીય રોકાણકારોએ સૌથી વધારે રોકાણ ક્રિપ્ટો કરન્સીમાં કર્યું છે.

ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટના રૂપમાં ક્રિપ્ટો સંપત્તિ કે સિક્કાની કુલ સંખ્યા વર્ષના દરમ્યાન નવથી વધીને 15 થઈ ગઈ તેના સિવાય 37 રોકાણ પ્રોડક્ટસને 2021માં રજૂ કરવામાં આવ્યા હતા. 2020માં 24પ્રોડક્ટસની તુલનામાં વર્તમાન સમયે કુલ 132 પ્રોડક્ટ છે જે ડિજિટલ એસેટસની ડિમાંડ અને લોકપ્રિયતાના સંકેત આપે છે.હવે આ ઇંડસ્ટ્રી એક મેચ્યોર ઇંડસ્ટ્રીની તરફ આગળ વધી રહી છે.

વર્ષ 2019માં એસેટ અંડર મેનેજમેન્ટ 2.8 બિલિયન ડોલર રહ્યા બાદ વર્ષ 2021માં વધીને 62.5 બિલિયન ડોલર પર આવી ગયા છે. વૈશ્વિક ક્રિપ્ટો ફંડોના કુલ છેંસ્ નવેમ્બર ૨૦૨૧ના દરમ્યાન 70 બિલિયન ડોલરથી ઉપર પહોંચી ગઈ હતી ત્યારે બિટકોઇનની કિંમત 69000 ના સ્તરની ટોચે પહોંચી હતી.બિટકોઇનએ 2021માં 6.3 બિલિયન ડોલરનો નેટ ઇન્ફ્લો જોવાયો હતો.જે ગત વર્ષ 5.4 બિલિયન ડોલર હતો જે 16 %નો વધારો દર્શાવે છે.

દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટો એસેટ ઇથેરિયમએ 2020માં 920 ડોલર મિલિયનથી 2021માં 1.3 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. તેમાં ગત વર્ષના 352 ડોલર મિલિયનના મુકાબલે આ વર્ષ 775 મિલિયન ડોલરના નેટ ઇન્ફ્લો જોવા મળ્યો છે.