સફળતાનો ઉપયોગ બીજાની પ્રગતિ માટે થાય ત્યારે એ ખરા અર્થમાં સાર્થક ગણાય : ડો. તૃપ્તિ પટેલ

733

ચેમ્બર દ્વારા આયોજીત ‘ બિઝનેસમાં સફળતા માટેના ૭ મંત્ર ’ વેબિનારમાં મનોચિકિત્સક અને રિલેશનશિપ એકસપર્ટ ડો. તૃપ્તિ પટેલ માર્ગદર્શન આપતા કહ્યુ કે બિઝનેસમાં આવતા ઉતાર–ચઢાવથી ગભરાયા વગર તેનો મજબુતાઈથી સામનો કરવો જોઇએ,પરંતુ સમસ્યાની સામે ક્યારેય સરેન્ડર કરવું જોઇએ નહીં

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજરોજ તારીખ ર૧ એપ્રિલ, ર૦ર૧ના રોજ ‘બિઝનેસમાં સફળતાના સાત મંત્ર’ વિષય ઉપર વેબિનાર યોજાયો હતો.જેમાં નિષ્ણાંત વકતા તરીકે મનોચિકિત્સક તેમજ રિલેશનશિપ એકસપર્ટ ડો. તૃપ્તિ પટેલ દ્વારા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ડો. તૃપ્તિ પટેલે વેબિનારને સંબોધન કરતા કહ્યુ કે બિઝનેસ કે જીવનમાં સફળતા મેળવવાની પ્રથમ શરત છે કે પોતાની જાતને ઓળખો.આપણે કેવા પ્રકારના વ્યકિત છીએ અને હજી સારા વ્યકિત બનવા માટે આપણને શું કરવાની જરૂર છે તે દિશામાં પ્રયાસ કરવો જોઇએ. સફળ થવાના બીજા મંત્ર પર વાત કરતા તેમણે કહ્યુ કે બિઝનેસમાં આવતા ઉતાર–ચઢાવથી કયારેય ગભરાવવું નહીં.પરંતુ તેનો મજબુતાઈથી સામનો કરવો જોઇએ,પરંતુ કોઇ સમસ્યાની સામે સરેન્ડર કરવું જોઇએ નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બિઝનેસ કલ્ચરમાં કોર વેલ્યુજ જેવી કે ટ્રસ્ટ,ઇકવાલિટી, ટ્રાન્સપરન્સી, કવોલિટી વિગેરેને ઓળખવી પડશે.બિઝનેસમાં સફળ થવા સારી આદતો કેળવવી પડશે.ચિંતા કરવી ખરાબ આદત છે.કામને ટાળવું, એકસાથે વધારે કામ લેવું અને કોઇને ના નહીં પાડવી પણ ખરાબ આદત કહેવાય છે. કામને પ્રત્યે ફરિયાદ કરતા રહેવું ખરાબ આદત છે. કોઇને જજ કરીને તેના પ્રત્યે નિંદા કરવી પણ ખરાબ આદત છે.એના કરતા મન, મગજ, શરીર અને આત્માને હંમેશા પોઝીટીવ રાખવા જોઇએ.એના માટે પુસ્તકો વાંચવા જોઇએ,મેડીટેશન કે કસરત કરવી જોઇએ.

બિઝનેસમાં સફળતા માટે ટીમ સ્પીરિટ વિશે તેમણે જણાવ્યું હતું કે, ટીમને હંમેશા એપ્રિશિએટ કરતા રહેવું જોઇએ. દરેકને ઇકવલ મોકો આપવો જોઇએ. કર્મચારીઓ ઉપર વિશ્વાસ રાખીને તેઓને જવાબદારી આપવી જોઇએ. કોઇ એકના ઉપર બ્લેમ નહીં કરવું જોઇએ.લોકોને જલ્દી માફ કરવું જોઇએ. સકસેસનું ક્રેડિટ બધાની સાથે શેર કરવું જોઇએ. બિઝનેસમાં ઉદ્‌ભવતી સમસ્યાઓને સમજવી જોઇએ. સમસ્યા બે પ્રકારની હોય છે.એક સમસ્યાનું નિરાકરણ લાવી શકાય અને બીજી સમસ્યા એવી હોય છે કે જેનું નિરાકરણ લાવી શકાતું નથી.આથી સમસ્યાઓને સમજીને તેને ખેંચવા કરતા તેના નિરાકરણ માટે વિચારવું જોઇએ.

ડો. તૃપ્તિ પટેલે કહયું કે બિઝનેસમાં ડિજીટલ માર્કેટીંગનો ઉપયોગ કરવો જોઇએ.બિઝનેસમાં માત્ર રૂપિયા જ કમાવવાનો હેતુ કયારેય હોવો જોઇએ નહીં.બિઝનેસની સફળતાનો ઉપયોગ સમાજ સુધારણા માટે તેમજ બીજાની પ્રગતિ માટે થવો જોઇએ.

ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ આશિષ ગુજરાતીએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ વેબિનારનું સંચાલન કર્યુ હતું.જ્યારે કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ વકતાનો ટૂંકમાં પરિચય આપ્યો હતો.અંતે ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.