એવું તો શું થયું કે, વિજય માલ્યાનો બંગલો ખરીદનારની કરવામાં આવી ધરપકડ, જાણીને તમે પણ ચોકી જશો

101

ડાયમંડ ટાઈમ્સ

હાલમાં આવકવેરા વિભાગે અભિનેતા ઉદ્યોગપતિ સચિન જોશીના પિતા જેએમ જોશીની ગુટકા કંપની જેએમજે ગ્રુપ પર દરોડા પાડ્યા છે અને રૂપિયા 1500 કરોડનું કાળુ નાણું ઝડપી પડ્યું છે. એક દિવસ પહેલા ઇડી દ્વારા મની લોન્ડરિંગ કેસમાં જેએમ જોશીના પુત્ર સચિન જોશીની ધરપકડ કરવામાં આવી હતી. જોષીની શનિવાર, 14 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જોષીની 22 હજાર કરોડ રૂપિયાના એક કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે.

એક અહેવાલમાં જણાવાયું છે કે, આવકવેરા વિભાગ દ્વારા છ દિવસ સુધી કંપનીની મુંબઈમાં આવેલ વિવિધ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. રેડ પાડવાની આ બાબત 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થયો હતો. આ સમયગાળા દરમિયાન 1500 કરોડનું કાળું નાણું ઉપરાંત 13 લાખ રૂપિયાની રોકડ રકમ અને સાત કરોડના દાગીના કબજે કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી દરમિયાન બ્રિટિશ વર્જિન આઈલેન્ડની એક કંપનીની સાથે વિદેશી સંપત્તિઓ મળી આવી હતી. જેનું એક કાર્યાલય દુબઈમાં હતું. સીબીડીટીનો આરોપ છે કે, આ કંપનીની કુલ સંપત્તિ 803 કરોડ રૂપિયા છે. જેને ભારતના ભંડોળ દ્વારા એકત્ર કરવામાં આવી હતી. આવકવેરા વિભાગનો આરોપ છે કે, આ કંપની દ્વારા ભારતીય કંપનીને 638 કરોડના શેર પરત કરવામાં આવ્યા છે.

રવિવારે ઈડી દ્વારા સચિન જોશીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જોશીને 18 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. સચિન જોશીની ધરપકડ રિલેટર્સ કેસને લઈને કરવામાં આવી છે. સચિન જોશીએ વિજય માલ્યાનું ઘર લગભગ 73 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતુરેડમાં JMJ ગ્રુપ દ્વારા લગભગ 398 કરોડ રૂપિયાની ગડબડી, હિમાચલ પ્રદેશમાં બે યૂનિટ લગાવવા અને અન્ય છેતરપિંડી કર્યાનો ખુલાસો થયો છે. આયકર વિભાગના અધિકારીઓ દ્વારા રેડ દરમિયાન 13 લાખ કેશ, 7 કરોડની જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે.

સચિન JMJ ગ્રુપના માલિક જગદીશ જોષીનો દીકરો છે. આ ઉપરાંત સચિન જોષી JMJ ગ્રુપનો પ્રમોટર પણ છે, જે પાન મસાલા, પર્ફ્યૂમ તથા દારૂનો વેપાર કરે છે. સચિન જોષીએ ટોલિવૂડ તથા બોલિવૂડમાં ઘણી ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. આ ઉપરાંત સચિને શ્રીલંકા ક્રિકેટ લીગમાં એક ટીમ ખરીદી હતી. તેણે ‘અંજાન’, ‘મુંબઈ મિરર’, ‘જેકપોટ’, ‘વીરપ્પન’, ‘અમાવસ’ જેવી હિંદી ફિલ્મમાં એક્ટિંગ કરી છે. તેમજ તેણે 12થી વધુ સાઉથ ફિલ્મમાં કામ કર્યું છે.

અહી ઉલ્લેખનીય છે કે, 2003માં સચિન જોષીએ પોર્ન સ્ટાર અને બોલિવુડ અભિનેત્રી સની લિયોની સાથે ફિલ્મ ‘જેકપોટ’ના ગીત ‘એક્ઝેક્ટલી’માં આપત્તિજનક સીન હોવાને કારણે સેન્સર બોર્ડ દ્વારા બૅન મૂકવામાં આવ્યો હતો.