જવેલરીના ક્ષેત્રમા રહેલી વિપુલ તકો અંગે શુ કહે છે નિષ્ણાંતો ?

136

કોરોનામા લોકડાઉનના પગલે આવેલી વૈશ્વિક આર્થિક પડકારો અને અવિશ્વસનિય કે અકલ્પનિય ફેરફારોના કારણે હીરા ઉદ્યોગને ભલે અગાઉ ક્યારેય નહીં જોયેલા કે ન સહન કરેલા નવા જ પડકારનો સામનો કરવાનો વારો આવ્યો હોય,પરંતુ આ પડકાર માત્ર પરિવર્તન જ નહી પણ ચમત્કાર પણ સર્જશે એવુ નિષ્ણાંતો દ્રઢ પણે માની રહ્યા છે.લકઝરી પ્રોડકટ્સમાં વર્ષોથી દબદબો જાળવી રાખનાર જેમ એન્ડ જ્વેલરીના મુખ્ય બજાર એવા યુરોપ અને અમેરિકામાં ઊંચો ગ્રાહક વિશ્વાસ તેમજ ચીન ,જાપાન અને મધ્યપુર્વના દેશોમાં મક્કમ ગતિએ ઉભરતાં નવા ગ્રાહક બજારને પગલે ડાયમંડ જવેલરીના વેચાણમાં જંગી વૃદ્ધિની તજજ્ઞો અપેક્ષા રાખી રહ્યા છે.

ફાઈન જવેલરી,ફેશન જ્વેલરી કંપનીઓ,ઉદ્યોગ સંગઠનો દ્વારા હાથ ધરાયેલા એક સંશોધનમાં એવું તારણ નીકળ્યું છે કે જેમ જ્વેલરી ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય કરણ,બ્રાન્ડેડ પ્રોડક્ટોની વૃદ્ધિ,હાઈબ્રિડ ઉપભોગ અને ફાસ્ટ ફેશન ઘર કરી રહ્યા છે. આ પ્રકારના પરિવર્તનને પારખવાની માત્ર જરૂર છે.આર્થિક અડચણો વચ્ચે પણ જેમ એન્ડ જવેલરી ઈન્ડસ્ટ્રીઝ માટે શ્રીમંતો અને યુરોપ અને અમેરીકાની નવી જનરેશન તારણહાર બની રહી છે.ડી બિયર્સ સહીત અનેક રફ ઉત્પાદક કંપનીઓને હજુ પણ જેમ એન્ડ જવેલરીના લકઝરી વ્યવસાયમાં વિપુલ તકો દેખાઈ રહી છે.જવેલર્સ ઓફ અમેરિકાના પ્રવક્તા અમાન્ડા ગિઝીએ અગાઉ વ્યક્ત કરેલા મત મુજબ દરેક શ્રીમંત વર્ગને હીરાની જવેલરી અત્યંત પ્રિય છે.યુરોપ, અમેરિકાનો ખૂબ જ મોટો શ્રીમંત વર્ગ હીરા અને હીરા જડિત જવેલરીનો ખુબ મોટો ચાહક છે.ડી બિયર્સે તેના ઈન્સાઈટ રિપોર્ટમાં નોંધ્યું હતુ કે જેમ એન્ડ જવેલરીને લઈને શ્રીમંતોની પસંદગી બાબતે તે ખૂબ જ આશાવાદી છે.અમેરીકા -યુરોપના યુવાઓની આવકને લક્ષમાં રાખીને આગાહી કરવામા આવી છે કે અમેરિકાની નવી પેઢી આવનારા દશ વર્ષમાં ધનાઢ્ય તબક્કામાં પહોંચવાની છે.વળી ભારત ઉપરાંત એશિયાના ચાર દેશોની કુલ વસ્તીમાં માત્ર 34 ટકા લોકો જ હાલ જવેલરીની ખરીદીની ક્ષમતા ધરાવે છે.પરંતુ આગામી સમયમા આ શ્રેણીમા અનેક ગણો વધારો થવાની પુરેપુરી સંભાવનાઓ છે.

આજથી ત્રણ વર્ષ અગાઉ અમેરિકાના શ્રીમંતોએ કુદરતી હીરા જડિત જવેલરીની ખરીદી પાછળ લગભગ 32 બિલિયન ડોલર્સનો ખર્ચ કર્યો હતો.એ સમયગાળામાં અમેરિકા, યુરોપ સહિત વિશ્વના અનેક દેશોની આર્થિક સ્થિતિ પ્રતિકુળ હોવા છતા પણ આ ક્ષેત્રનો દેખાવ ખુબ જ સંતોષકારક રહ્યો હતો.વર્તમાન યુવા પેઢી ડાયમંડ જવેલરી પ્રત્યે અનેરૂ આકર્ષણ ધરાવે છેઆ બાબત હીરા અને હીરા જડીત જવેલરીના માર્કેટને ગતિશીલ બનાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.વળી યુવા પેઢી અગાઉની સરખામણીએ વધુ શિક્ષિત અને સમજુ બની છે પરિણામે અન્ય લકઝરી ચીજોની સરખામણીએ હીરા જડીત જવેલરી અને હીરા શું ચીજ છે તે અંગે સમજ કેળવવાનુ તેમને માટે આસાન બન્યુ છે.

યુરોપ અને અમેરીકા જેવા દેશોમા એક સમયે કુલ 33 ટકા મૂલ્ય અથવા હિસ્સેદારી ધરાવતા હીરા અને હીરા જડીત જવેલરી બજાર કોરોથી ભારે પ્રભાવિત બનતા તેની અસર માઈન્સથી લઈને છેક માર્કેટ સુધી જોવા મળી હતી.જો કે આ પ્રકારની વિકટ સ્થિતિ પછી હવે દિગ્ગજ ભારતિય મેન્યુફેક્ચરર્સ અને ખાણ કંપનીઓ ધૂમ મચાવી રહી છે.જે વૈશ્વિક જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ખુબ જ રાહતના સમાચાર છે.ચીનના નવા વર્ષ ઉપરાંત આગામી ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડે સુધીના ત્રણ મહીનાનો સમયગાળો વૈશ્વિક જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ખુબ જ નિર્ણાયક રહેવાનો છે.લુકારા કંપનીનુ કહેવુ છે કે અમેરિકી અને યુરોપના બજારમાં પણ ઉત્સાહના માહોલ છવાઈ જશે એટલું સુનિશ્ચિત છે.એકંદરે વૈશ્વિક ડાયમંડ જ્વેલરી બજારમાં હીરા બજારના અપવાદરૂપ પડકારોને બાદ કરતાં વેચાણ વૃદ્ધિ જોવા મળશે એટલું ચોક્કસ કહી શકાય તેમ છે.બજારના સુત્રો કહે છે કે દુનિયાના કેટલાક દેશોમા શ્રીમંતો એક કેરેટ હીરા જડેલી સગાઈની વીંટીના સ્થાને બે -ત્રણ કેરેટ વજન ધરાવતા હીરાથી જડેલી મોંઘી વીંટી પણ હવે હોંશે હોંશે ખરીદી રહ્યા છે.મોટા ભાગે ફાઈન જવેલરીની

ખરીદી ભેટ આપવા માટે કરવામા આવે છે.જ્યારે પોતાના માટે જવેલરી ખરીદવાની વાત આવે ત્યારે ગ્રાહકો ઉચ્ચ ક્વોલિટીના હીરા જડીત મોંઘી જવેલરીની ખરીદી રહ્યા છે.અભ્યાસુ લોકો કહે છે કે આ બાબતને લક્ષમા રાખતા કિંમતો અને બ્રાન્ડનું સ્થાન વધુ અસરકારક બન્યુ છે.જેથી જવેલરી કંપનીઓએ પણ ઉચ્ચ અને મધ્યમ વર્ગની પસંદગી અને બજેટને ધ્યાનમા રાખી ગ્રાહકોને જવેલરીની ખરીદી બાબતે યોગ્ય માર્ગદર્શન આપવુ જોઇએ.આ પરિવર્તન કારી પ્રવાહમાં યુવા ગ્રાહક તેમજ આર્થિક રીતે ઓછા સક્ષમ હોય એવા ગ્રાહક વર્ગને આકર્ષવા તેમના બજેટને અનુરૂપ કિંમતે નવી જવેલરીની શ્રેણી રજૂ કરવાનું વિચારવુ જોઇએ.વર્તમાન સમયમા જેમ એન્ડ જવેલરીના કુલ બજારમા બ્રાન્ડેડ જ્વેલરીનુ માત્ર 20 ટકા જેટલુ જ યોગદાન છે.મોટા ભાગની જવેલરી કંપનીઓનો અંદાજ છે કે ચાલુ વર્ષ 2021 દરમિયાન બ્રાન્ડેડ સેગમેન્ટનો બજાર હિસ્સો વધીને 30 થી 40 ટકાની આસપાસ રહેવાનો છે.જેથી જવેલરી કંપનીઓએ ખાસ ડિઝાઈન ધરાવતી જ્વેલરીનુ નિર્માણ કરી તેમની બ્રાન્ડ્સને મજબૂત બનાવવી જોઇએ. જો કે બ્રાન્ડેડ જવેલરીના પ્રવાહ સાથે ચાલવામા નાની અને મધ્યમ કક્ષાની કંપનીઓ માટે થોડુ કપરૂ કામ છે.કારણ કે તેમની પાસે મોટા જવેલરી સમૂહો સામે ટક્કર ઝીલવા માટે આર્થિક ક્ષમતા, માર્કેટિંગ સહીતની જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ છે. જવેલરીના ઓનલાઈન બિઝ્નેસને લઈને તજજ્ઞો કહે છે કે હાલ ઓનલાઈન જ્વેલરી બજાર 10 ટકાની આસપાસ છે.જેથી આ ક્ષેત્રમા પણ વિપુલ તકો દેખાઈ રહી છે.બીજી તરફ ઓનલાઈન જવેલરી બિઝનેસની મર્યાદા અંગે તજજ્ઞોનુ કહેવુ છે કે ગ્રાહકો ઓનલાઈનના બદલે શો- રૂમમા પ્રત્યક્ષ રીતે જ્વેલરીની ખરીદી કરવાનું વધુ વિશ્વસનીય માને છે. પરંતુ ફેશન જવેલરીની બાબતમા તેઓ વધુ આશાવાદી રહેતા કહે છે કે ચાલુ વર્ષ દરમિયાન તેમા 15 ટકાનો વધારો સંભવ છે કેમ કે તેમાં એફોર્ડેબલ બ્રાન્ડ જવેલરીનું ખુબ મોટુ યોગદાન છે.

એનો મતલબ એવો નથી કે જવેલરી કંપનીઓએ ડીઝીટલ માર્કેટીંગની અવગણના કરવી જોઇએ.પરંતુ તેનાથી વિપરીત ડીઝીટલ માર્કેટીંગને મહત્વ આપવુ જોઇએ.માહિતીના આદાન-પ્રદાન માટે,બ્રાન્ડની ઓળખ કંડારવા અને ગ્રાહકો સાથે સંબંધો સુદ્રઢ સબંધો સ્થાપવા મજબુત મંચ તરીકે ડિજિટલ માધ્યમનો છુટથીઉપયોગ કરવો જોઇએ.સર્વેક્ષણમા બહાર આવેલા તારણો મુજબ બેતૃતીયાંશ ગ્રાહકો સ્વીકારે છે કે તેઓ સ્ટોરમાં જ્વેલરીની ખરીદી કરતા અગાઉ ઓનલાઈન સચ કરીને જરૂરી જાણકારી મેળવે છે.જ્યારે મોટા ભાગના ગ્રાહકો સલાહ મેળવવા સોશિયલ મિડિયાનો ઉપયોગ કરે છે.

બેંક ઓફ અમેરિકાના તજજ્ઞ એનાલિસ્ટ એશ્લે વેલેસે હાથ ધરેલા એક સર્વેક્ષણના તારણમા કરેલી કેટલીક વિગતો મુજબ યુરોપ – અમેરિકાનો શ્રીમંત વર્ગ જવેલરીની કિંમત બાબતે વધુ સભાન બન્યો છે.આ વર્ગ હવે નવી ડીઝાઈન ધરાવતી ટકાઉ, નૈતિક ધાર-ધોરણો જાળવતી યુનિક અને શ્રીમંતોના સ્ટાન્ડર્ડસને છાજે એવી જવેલરીને ચાહે છે.શ્રીમંત પરિવારની લગ્નોઉત્સુક કન્યાઓની પ્રથમ પસંદગી હીરા જડિત એંગેજમેન્ટ રીંગનુ સ્થાન હજુ પણ અડીખમ છે.કેટલાક શ્રીમંત ગ્રાહકો નીલમ અથવા તો લેબગ્રોન ડાયમંડ્સ જડિત ફેશન જવેલરી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે કારણ કે નેચરલ ડાયમંડ્સની સરખામણીએ સિન્થેટીક કે લેબ્ગ્રોન ડાયમંડ્સની કિંમત નીચી હોય છે.

આર્થિક પ્રતિકૂળતા પછી જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝ માટે શ્રીમંતો જ ઉદ્યોગના તારણહાર બનશે એવુ અગ્રણી રફ ઉત્પાદક કંપની ડીબિયર્સનુ માનવું છે.ડી બિયર્સને જેમ એન્ડ જ્વેલરીના વ્યવસાયમાં વિપુલ તકો દેખાઈ રહી છે.ડીબિયર્સે તેના રિપોર્ટમાં નોંધ્યું છે કે જેમ એન્ડ જવેલરીને લઈને શ્રીમંતોની પસંદગી બાબતે તે ખૂબ જ આશાવાદી છે.અમેરીકા -યુરોપની યુવા પેઢી આવનારા દશકામા તેની જિંદગીના ધનાઢ્ય તબક્કામાં પહોંચવાની છે.વર્ષ-2015 દરમિયાન અમેરિકામાં શ્રીમંતોએ કુદરતી હીરા જડિત જ્વેલરીની ખરીદી પાછળ લગભગ 26 બિલિયન ડોલર્સનો ખર્ચ કર્યો હતો.એ સમયગાળામાં પણ અમેરિકા -યુરોપ સહિત વિશ્વના અનેક દેશોની આર્થિક સ્થિતિ કોરોના કાળથી પણ વધુ પ્રતિકુળ હતી.આમ છતાં પણ જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રનો દેખાવ સંતોષકારક રહ્યો હતો.શ્રીમંતો શુભ પ્રસંગોએ સગા-સબંધી કે મિત્રોને ભેટ આપવાની જે ચીજ વસ્તુઓની યાદી કરે છે એમાં હીરાનું પ્રથમ સ્થાન હોય છે.યુરોપ,અમેરિકા,જાપાન,ચીન અને ભારતની વાત કરીએ તો પાછલા બે દાયકાથી 18 થી 34 વર્ષની ઉંમરના જૂથે ડાયમંડને એક વિશેષ અને અમુલ્ય ચીજ તરીકે મુલવી છે.અમેરિકા પછી જાપાનના શ્રીમંત યુવા વર્ગમા પણ આવી જ સરખી સ્થિતિ છે.ચીનની યુવા શ્રીમંત પેઢી ફાઈન જવેલરીને વધુ પસંદ કરે છે.જુની પેઢીમાં જ્વેલરીની ખરીદીનું પ્રમાણ 43 ટકા છે તેની સરખામણીએ શ્રીમંત પરિવારની નવી પેઢીના 52 ટકા યુવાનોની પ્રથમ પસંદગી જવેલરી છે. ભારતિય શ્રીમંત પરિવાર પણ ફાઈન જવેલરી પ્રત્યે અનેરૂ આકર્ષણ ધરાવે છે.63 ટકા યુવાઓ પોતાના માટે જવેલરીની ખરીદી કરે છે.જ્યારે 46 ટકા યુવતિઓ પ્રિયજન તરફથી જવેલરીની ગિફ્ટ મેળવવાની ઇચ્છા રાખે છે.ટુંકમા અમેરીકા,યુરોપ,ચીન અને ભારત સહીતના દેશોમા ઝડપથી વધી રહેલી શ્રીમંતોની સંખ્યા જવેલરી ક્ષેત્ર માટે એક સાનુકૂળ તક તરીકે ઉભરી રહ્યા છે.