મતદાન પુર્ણ થતા પરિણામ અંગે સી.આર પાટીલે શુ કર્યો દાવો? જાણો અત્યારે

246

ડાયમંડ ટાઈમ્સ
મતદાન પુર્ણ થતા જ મતદારોનો આભાર વ્યક્ત કરતા છે ભાજપના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ સી.આર.પાટીલે જારી કરેલા એક વિડીયોમાં દાવો કરતા કહ્યુ છે કે જે મતદાન થયું તેનો સીધો ફાયદો ભાજપાને મળી રહ્યો છે.પરિણામે રાજ્યની તમામ મહાનગર પાલિકામા ભાજપાની ભવ્ય જીત થશે.વોટિંગ ટ્રેન્ડ ખુબ જ પોઝિટિવ રહ્યો છે.તેમણે કહ્યુ કે ઉમળકાભેર મતદાન કરનાર ભાઈ બહેનોની સજાગતા અને સૂચનો માર્ગદર્શક બની રહેશે.

ગુજરાત ભાજપા પ્રમુખ સી.આર .પાટીલે સુકાન સંભાળતાની સાથે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પક્ષ પલ્ટુઓને ટીકીટ આપીને પણ આઠ બેઠકો જંગી બહુમતીથી કબ્જે કર્યાનો પાટીલનો રેકોર્ડ રહ્યો છે.ભાજપાની આ ભવ્ય જીત પછી મોટાભાગના ઓપિનિયન પોલ ખોટા પડ્યા હતા તો રાજકીય પંડીતો પણ અચરજ પામી ગયા હતા.આ ઉપરાંત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને વધુ મજબૂત બનાવવા ત્રણ ચાર મહિનાના ટૂંકાગાળામાં 30 મતદારોનું એક એવા 15 લાખ પેજ પ્રમુખોનું રાજ્ય વ્યાપી નેટવર્ક ઉભું કર્યું છે.

શુ કહે છે મીડીયા અહેવાલ ?

જો કે બીજી તરફ મીડીયા અહેવાલમાં કહેવામા આવ્યુ છે કે પહેલા તબક્કે મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં જ વારંવાર કરવામાં આવેલા દાવા જેટલું અસરકારક રહ્યું નથી.ભાજપ સંગઠન સાથે જોડાયેલા પદાધિકારીઓના કહેવા મુજબ આ વ્યવસ્થા જમીન પરની હકિકતથી વિપરીત છે.મોટાભાગ શહેરોમાં કાર્યકરોએ ઉતાવળમાં કાગળ ઉપર ફોટા ચોંટાડી,મોબાઈલ નંબર લખીને પેજ કમિટીઓ રચી દીધી હતી.આથી આવી કમિટીઓ થકી ચૂંટણીમાં બમ્પર વોટિંગ જોવા મળ્યું નથી.જે સ્વંય સ્પષ્ટ કરે છે કે અગાઉની ચૂંટણીઓ કરતા આ વખતે 6 મહાનગરોમાં ભાજપની તરફેણમાં ખાસ કોઈ મોટા જનાધાર ઉપલબ્ધ થશે તેવી શક્યતાઓ નહિવત છે.