એશિયાના સહુથી મોટા IIJS પ્રીમિયરનો બેંગ્લોરમાં દબદબાભેર પ્રારંભ

772

DIAMOND TIMES – જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ગત તારીખ 15 સપ્ટેમ્બરના રોજ એશિયાના સહુથી મોટા જેમ એન્ડ જ્વેલરી પ્રદર્શન IIJS પ્રીમિયર-2021નો બેંગ્લોરમાં શુભારંભ થયો છે.આ ઉદ્ઘાટન સમારોહમાં શ્રીમતી ડો. અનુપ્રિયા પટેલ (વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી),કર્ણાટકના ઉદ્યોગ મંત્રી મુરુગેશ નીરાણી, કર્ણાટકના અધિક મુખ્ય સચિવ રમણ રેડ્ડી,સંયુક્ત સચિવ,વાણિજ્ય વિભાગના સંયુક્ત સચિવ એસ.સુરેશ કુમાર જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહ,વાઇસ ચેરમેન વિપુલ શાહ, જીજેઇપીસી કન્વીનર શૈલેષ સાંગાણી,સબ્યાસાચી રે,મહેન્દ્ર તાયલ સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

એશિયાના સૌથી મોટા B2B રત્ન-ઝવેરાત પ્રદર્શન IIJS ની હીરા-ઝવેરાત ઉદ્યોગના સ્થાનિક અને વિદેશી ખરીદદારો ઉત્સાહભેર મુલાકાત લેતા હોય છે.IIJS ભારતીય જ્વેલરી ઉત્પાદકો રિટેલરો સાથે કામ કરવા માટેનું એક મુખ્ય અને મજબુત પ્લેટ ફોર્મ છે.જેમા વૈશ્વિક માંગ અંગેના વલણો, ઉત્પાદન અને ડિઝાઇનની સમજ મળે છે.વૈશ્વિક સ્તરે થઈ રહેલા ટોચના 5 રત્ન અને ઝવેરાત શો માં સમાવિષ્ટ IIJS ભારતના ઝવેરાત ઉત્પાદકો-પ્રદર્શકો સાથે વૈશ્વિક કારોબારી ઓને એક મંચ પર લાવી પરસ્પર જોડે છે.

અપુરતા સંસાધનો વચ્ચે પણ હીરા ઉદ્યોગ વિશ્વમાં અગ્રેસર : અનુપ્રિયા પટેલ

વિડીયો કોન્ફરન્સથી ઓપનિંગ સમારોહમાં જોડાયેલા અનુપ્રિયા પટેલે પ્રદર્શન શરૂ કરવાની જાહેરાત કરીને ઉપસ્થિત લોકોને સંબોધીત કર્યા હતા.તેણીએ કહ્યુ કે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ એક અગ્રણી ક્ષેત્ર છે કે જે રોજગારીની વિશાળ તકો પેદા કરે છે.કિંમતી સંસાધનો નહી હોવા છતાં પણ હીરા ઉદ્યોગ વિશ્વમાં અગ્રેસર અને રત્નો અને આભૂષણોના સૌથી મોટા નિકાસકારોમાંનો એક છે . ઉદ્યોગનું યોગદાન પ્રધાનમંત્રી મોદીના મેક ઇન ઇન્ડિયાના વિઝન સાથે જોડાયેલું છે.તાજેતરમાં સંખ્યાબંધ ફેરફાર પછી રજૂ કરાયેલી નવી સરકારી નીતિ ઉદ્યોગની પ્રગતિમાં મદદરૂપ થશે.

કર્ણાટકના ઉદ્યોગ મંત્રી મુરુગેશ નીરાણીએ કહ્યુ કે કર્ણાટક ખનિજ સમૃદ્ધ રાજ્ય છે કે જેમા સોનાની ખાણો આવેલી છે.કર્ણાટક કોલ ગોલ્ડ ક્ષેત્રમાંથી સોનું ઉત્પન્ન કરે છે.અમે ઉત્પાદન સોનાનું ઉત્પાદન 1,700 કિલો થી વધારીને 5,000 કિલો કરવાનું લક્ષ્ય રાખ્યું છે.વેલ્યુ એડિશનની દ્રષ્ટિએ અમે સોનાને પ્રોત્સાહન આપવા માટે જ્વેલરી રિટેલ સ્ટોર્સ ખોલીશું.રાજ્ય સરકાર સોનાના સિક્કા વેચવાની પણ યોજના બનાવી રહી છે.અમો ખાનગી જ્વેલર્સ સાથે ભાગીદારીની પણ આશા રાખીએ છીએ.અમે આર્થિક રીતે પછાત કલાબુરાગી વિસ્તારમાં એક વિશાળ જ્વેલરી પાર્કનું નિર્માણ કરી રહ્યા છીએ.અમે તેને શ્રેષ્ઠ જ્વેલરી પાર્ક બનાવવા માંગીએ છીએ અમે નવેમ્બર-2022માં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટનું આયોજન કરીશું.જેમા ઉદ્યોગ સાહસિકોને કાર્યક્રમની મુલાકાત લેવા આમંત્રણ આપું છું.

ભારતના હીરા ઝવેરાત ઉદ્યોગ માટે અત્યંત મહત્વપુર્ણ શો ના આયોજન અંગે પ્રતિસાદ આપતા જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે કહ્યું કે આઈઆઈજેએસ પ્રીમિયર 2021 ની 37મી આવૃત્તિના આયોજનની જાહેરાત કરતા અમને આનંદ થાય છે.IIJS પ્રીમિયર નિકાસ અને સ્થાનિક વેચાણને વધુ વેગ આપશે.અમે પહેલાથી જ નિકાસમાં ઉછાળો જોઈ રહ્યા છીએ.અમને વિશ્વાસ છે કે અમે આ વર્ષે 43.75 અબજ ડોલરના નિકાસ લક્ષ્યને હાંસલ કરી પીએમ મોદીના 400 અબજ ડોલરની વેપારી નિકાસ હાંસલ કરવાના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપીશું.