વિકલી માર્કેટ કોમેન્ટ : ફેન્સી હીરા જડીત સગાઈ રીંગની અમેરીકામાં જંગી ડીમાન્ડ

1032

DIAMOND TIMES – માસ્ટરકાર્ડના અહેવાલ મુજબ જ્વેલરીના ડિપાર્ટમેન્ટ સ્ટોર્સના વેચાણમાં 203 ટકાનો જંગી વધારો થયો છે.ગત વર્ષની અમેરિકન ગ્રાહકો જ્વેલરી પાછળ ખર્ચ કરવા ખુબ આતુર છે.કોરોના પર નિયંત્રણ આવતા અમેરીકન નાગરીકો કોરોના પહેલાની લાઈફ સ્ટાઈલ પર ઝડપથી પરત આવવા માંગે છે.તેઓ મિત્રો અને પરિવાર સાથે ફરીથી મોજમજા કરવા માટે ઉત્સાહિત છે.

અમેરીકન નાગરીકો લગ્ન કે અન્ય પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવા થનગની રહ્યા છે.ઉલ્લેખનિય છે કે આ શુભ પ્રસંગોએ જ્વેલરીની જંગી ખરીદી થતી હોય છે.માસ્ટરકાર્ડે નોંધ્યું છે કે વર્ષ 2020માં રેકોર્ડ-બ્રેકિંગ ઇ-કોમર્સ પ્રવૃત્તિ કરતા પણ હવે ઘરેણાંનું વેચાણ વધતું જાય છે.ગત વર્ષ 2020માં સૌથી વધુ સહન કરનારા જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં સૌથી મોટો ફાયદો જોવા મળી રહ્યો છે.1 થી 2 કેરેટમાં D-J, VS-SI હીરામાં સારી માંગના કારણે ભારતના હીરા કારોબારીઓનું ધ્યાન તેના પર કેન્દ્રીત છે.

ફેન્સી : ફેન્સી હીરાનું માર્કેટ મજબૂત છે. 0.30 થી 0.99 કેરેટના ફેન્સી હીરાની કીંમતો તેજી તરફી છે.1.25 થી 3.99 કેરેટ્ના એફ-જે, વીવીએસ 2-એસઆઈ- 2 ક્વોલિટીના ફેન્સી હીરાની તંગી છે.ફેન્સી-આકારના હીરા જડીત સગાઈ રીંગની મોટી ડીમાન્ડ છે.જેમા ખાસ કરીને ઓવલ,પિયર્સ,એમરાલ્ડસ,પ્રિન્સેસ,લોંગ રેડીયેન્ટસ અને માર્ક્વિઝિસના ઓર્ડરમાં જંગી વધારો નોંધાયો છે.એક્સેલેન્ટ કટ્ટ હીરાના ભાવોમાં પ્રિમિયમ બોલાઈ રહ્યા છે.ચીન તરફથી મળતા મોટા ઓર્ડર બજારને મદદ કરી રહ્યા છે.

અમેરીકા : અમેરીકામાં 1 થી 3 કેરેટના ડી-આઇ, વીએસ-એસઆઈ રેન્જની સારી માંગ છે.કોમર્શિયલ ક્વોલિટી ધરાવતા જી-એચ, એસઆઈ પણ સારી રીતે વેંચાઈ રહ્યા છે.ઝડપી રસીકરણની પ્રક્રીયાના કારણે કન્ઝ્ય઼ૂમર કોન્ફીડન્સ ખુબ હાઈ છે.

બેલ્જિયમ: ભારતમાં કોવિડના કારણે મીની લોકડાઉનના કારણે સ્થાનિક ડીલરોએ કેટલીક વ્યાપારીક પ્રવૃત્તિઓ મુંબઇથી એન્ટવર્પમાં ખસેડી છે.પરંતુ બેલ્જિયમ પણ કોરોન્ટાઈન ક્ષેત્રમાં હોવાથી વિદેશી બાયર્સની અછત છે. જેથી ઓનલાઈન કારોબાર પર વેપારીઓ ભાર મુકી રહ્યા છે.1 થી 3 કેરેટ હીરામાં ડી-જે, આઈએફ-એસઆઈ ક્વોલિટીમાં મજબુત માંગ છે.

ઇઝરાયેલ : ઇઝરાયેલ પર મિસાઇલ હુમલા વધવાના કારણે હીરા ટ્રેડિંગ કારોબારને ખુબ ગંભીર અસર થઈ છે.અમેરીકામાં સગાઈની રિંગ્સની ભારે માંગને અનુલક્ષીને 1 કેરેટ,જી-જે, વીએસ-એસઆઈ ક્વોલિટીના હીરા પર કારોબારીઓએ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.કોવિડના કારણે યુરોપ અને ભારતમાં મુસાફરી પર પ્રતિબંધ હોવાના કારણે નવા માલની ખરીદી મુશ્કેલ બની છે.પ્રગતિશીલ કારોબારીઓ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કારોબાર કરી રહ્યા છે.

હોંગકોંગ: ચીનના રિટેલ કારોબાર શાંત થતા કારોબાર ધીમો છે.કોરોના મહામારી પર નિયંત્રણ આવતા અર્થતંત્ર માટે આશાવાદ વધતાં સ્થાનિક સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે.1 કેરેટ,H-J, VS-SI2 હીરાની મજબુત માંગ છે.2 કેરેટથી વધુ વજનના હીરાની માંગ વધવાના સંકેત મળી રહ્યા છે.વિક્રેતાઓ પોલિશ્ડ હીરાની તંગીને અનુલક્ષીને ભાવ જાળવી રાખવા મથામણ કરી રહ્યા છે.