વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલે સુધારેલી સિસ્ટમ ઓફ વોરંટી લોંચ કરી

211

DIAMOND TIMES –  યુનાઇટેડ નેશન્સના ​​40 માં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી પ્રસંગે વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ(WDC) એ અપગ્રેડ કરેલી કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમની સિસ્ટમ ઓફ વોરંટીને લોંચ કરી છે.

વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલના પ્રમુખ એડવર્ડ એશેરે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી માટે યુનાઇટેડ નેશન્સે આશા, કરૂણા અને દયાની લાગણીને આવરી લેતી ખાસ થીમ નક્કી કરી હતી.અમારા સિધ્ધાંતો પણ તેને સાનુકુળ હોવાથી અમો એ પણ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની પસંદગી કરી આ દીવસે કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમની અપગ્રેડ કરેલી સિસ્ટમ ઓફ વોરંટીને લોંચ કરી છે.આ વોરંટી સિસ્ટમ પણ આશા,કરૂણા અને દયાની લાગણીને વ્યકત કરીને વિશ્વને સંદેશ આપે છે કે સિસ્ટમમાં સમાવિષ્ટ હીરા સંઘર્ષ મુક્ત,સલામત અને સુરક્ષિત વાતાવરણ વચ્ચે યોગ્ય કાર્ય પ્રણાલી દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે.

આજથી 18 વર્ષ પહેલા લોંચ થયેલી સિસ્ટમ ઓફ વોરંટીને અપગ્રેડ કરી તેમા રફ હીરા,પોલિશ્ડ હીરા અને હીરા જડીત જ્વેલરીના તમામ વિક્રેતાઓ માટે B2B ઈનવોઈસ,કન્સાઇન્મેન્ટ મેમો સહીતના ટ્રાન્ઝેક્શન દસ્તાવેજોનો સમાવેશ થાય છે.જેના થકી કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (KPCS) અને કિમ્બર્લી પ્રોસેસના ધારા ધોરણોને પૂર્ણ કરવામાં મદદ મળે છે.આ સિસ્ટમ KP ની માર્ગદર્શિકાઓનું પાલન કરે છે.વળી આ સિસ્ટમમા માનવ શ્રમ અધિકારો,ભ્રષ્ટાચાર વિરોધી કાયદો , મની લોન્ડરિંગ (AML) વિરુધ્ધ કાયદાના સાર્વત્રિક સ્વીકૃત સિદ્ધાંતોને સ્પષ્ટપણે સમર્થન પણ આપે છે.