નિષ્ફળતા કોઇને પણ પસંદ નથી.મોટાભાગના લોકો સફળતા જ ઇચ્છતા હોય છે.પરંતુ સફળ થવા માટે જીવનમા કેટલીક સારી આદતો કેળવવી પડતી હોય છે.તો બીજી તરફ કેટલીક બુરી આદતો નો ત્યાગ પણ કરવો પડતો હોય છે. આપણામાં કહેવત છે કે કંઈક મેળવવા ઘણૂ બધુ છોડવુ પડે છે. જો તમે પણ તમારા કાર્ય ક્ષેત્રમા સફળ થવા માંગો છો તો તમારે આળસ, ઊંઘ, થાક, ગુસ્સો, ભય અને ધીમે-ધીમે કામ કરવાની રીતને છોડી દેવી પડશે.
સારી વાતો માત્ર વાંચવા-સાંભળવાથી જ નહીં, પરંતુ જીવનમાં અપનાવવાથી જ લાભ મળે છે.ખરાબ આદતોના કારણે નાના-નાના કામમાં પણ સરળતાથી સફળતા મળી શકતી નથી. જે લોકો માન-સન્માન સાથે ખુબ મોટી સફળતા ઇચ્છે છે તેવા લોકોએ ઊંઘ, થાક, ગુસ્સો, ભય અને ધીમે-ધીમે કામ કરવાની આદત તરત છોડી દઈને પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઇએ. વધુમા દરેક પડકારોનો મજબુતીથી સામનો કરતા કરતા સતત આગળ વધવું જોઇએ.આ રીત અપનાવશો તો પછી તમારા લક્ષ્ય સુધી પહોંચવામા દુનિયાની કોઇ તાકાત તમને રોકી નહી શકે…
સફળ થવા માટેના આ રહ્યા સોનેરી સુત્રો…
૧. સફળતા પ્રાપ્ત કરવા માટેની પૂરતી સામગ્રી દરેક વ્યક્તિમાં કુદરતે મૂકી જ હોય છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની અનઆવડત ને લીધે જ વ્યક્તિઓ ને સફળતા મળતી નથી.
૨. ખોટી દિશા માં ચાલી ને ક્યારેય સાચા કે યોગ્ય મુકામ ઉપર પહોંચી શકાતું નથી.
૩. બંધ બારણું ખોલવા માટે મોટાભાગના માણસો મથ્યા કરે છે ,પરંતુ એ લોકો જો આસપાસ નજર કરે તો બીજું કોઈક બારણું કે દરવાજો ખુલ્લો જ હોય છે.
૪. કોઈપણ કામ શરુ કરો ત્યારે તે કામ માં તમે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરશો જ એવું મનમાં રટણ કર્યા કરો તમે જરૂર થી સફળ થશો.
૫. સફળતા પ્રાપ્ત કરવા માટે તમારી જાતને સફળતાની આશા સતત આપતા રેહવાની જ છે.
૬. તમારી નિષ્ફળતાને તમારી જાત સાથે જોડી ના દેશો પરંતુ તેમાંથી કંઇક શીખવાનો પ્રયત્ન કરી વધુ પ્રયત્નો થી સફળ થવા મેહનત કરવી જોઈએ.
૭. સફળતા મેળવવા માટે સાહસની વૃતિ હોવી જરૂરી છે.
૮. સાહસ વિનાનું જીવન એં નિષ્ફળ જીવન છે.
૯. દરેક વ્યક્તિ નિ પાસે બે કીમતી વસ્તુઓ હોય છે સમય ને આરોગ્ય તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેને જ સફળતા મળે છે.
૧૦. કયું કામ પેહલા કરવું ,કયું પછી ,કયા પ્રકારના કામને કેટલી અગત્યતા આપવી એ જાણનાર ને જ જીવનમાં સફળતા જલ્દીથી પ્રાપ્ત થાય છે.