હીરાની ખાણમાં રોકાણની લાલચ આપી રોકાણકારો સાથે 1 મિલિયન ડોલરની છેતરપિંડી

17

DIAMOND TIMES – હીરાની ખાણમાં રોકાણની લાલચ આપી રોકાણકારો સાથે 1 મિલિયન ડોલરની છેતરપિંડી કરનાર એક શખ્સ વિરુધ્ધ ઓસ્ટ્રેલિયાની પોલીસે છેતરપિંડી સંબંધિત 150 ગુનાઓનો આરોપ મુકયો છે.

આ ઘટનાની વિગત એવી છે કે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સાઉથ ઈસ્ટ સબર્બ પ્રાંતમાં રહેતા એક 42 વર્ષિય વ્યક્તિએ સીએરા લિયોનમાં પોતાની માલીકીની હીરાની ખાણ આવેલી છે તેવો ખોટો દાવો કર્યો હતો.હીરાની ખાણ ધરાવવાનો  દાવો કરનાર આ વ્યક્તિએ ખાણમાં રોકાણ કરવાની લાલચ આપી રોકાણકારો સાથે 1 મિલિયન ડોલરની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે.

આ બનાવ અંગે વિક્ટોરિયા પોલીસના ડિટેક્ટીવ સિનિયર સાર્જન્ટ જેસન વેન્ચુરોનીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2017 થી ઓક્ટોબર 2021 દરમિયાન 42 વર્ષીય વ્યક્તિ વિરુધ્ધ હીરાની ખાણમાં રોકાણની ખોટી લાલચ આપી લોકો સાથે છેતરપીંડી કરવાનો , લોકોના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને અંગત આર્થિક લાભ માટે અન્યોનું શોષણ કરવા સહીત છેતરપિંડી સંબંધિત 150 ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે.તપાસમાં બહાર આવેલી વિગત મુજબ આ વ્યક્તિની જાળમાં સપડાયેલી એક પીડિતાએ 7.3 લાખ ડોલર તો અન્ય બે પીડીતોએ 73,000 ડોલરનું રોકાણ કર્યુ હતુ.આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપીંડી આચરી 1 મિલિયન ડોલર નાણા નાણા ચાઉ કરી જવાનો આરોપ છે.