જાન્યુઆરી 2022માં પ્રત્યક્ષ પ્રદર્શન ઓર્ગેનાઇઝ કરવાની વિકેન્ઝારો કરી રહ્યું છે તૈયારીઓ

25

DIAMOND TIMES- 21 થી 26 જાન્યુઆરી 2022 દરમિયાન ઇટાલિયન એક્ષિબિશન ગ્રુપ (IEG) એક્ષ્પો સેન્ટર ખાતે વિકેન્ઝારો પ્રદર્શનની તૈયારી કરી રહ્યું છે.ઇટાલિયન ટ્રેડ એજન્સી, ઇન્ટરનેશનલ કોર્પોરેશન અને મીનીસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સની સહાયથી આ પ્રદર્શન ખાસ કરીને યુરોપ અને મીડલ ઇસ્ટની સાથે ઇન્ટરનેશનલ ગ્રાહકો સહિત સમગ્ર વિશ્વના જુદા જુદા દેશોમાંથી વેપારીઓ અને પ્રદર્શકોનું સ્વાગત કરશે.

IEG ઈટાલીમાં GBAC STAR અધિકૃત પ્રથમ વ્યાપાર સંગઠન છે.(IEG)મશીનરી અને ટેકનોલોજીના પ્રદર્શનની સાથે વારાફરતી જવેલરીને લગતા કાર્યક્રમોની સાંકળ બનાવવા તૈયારી કરી રહ્યું છે.(GBAC) એટલે ગ્લોબલ બાયોરિસ્ક એડવાઇઝરી કાઉન્સિલ પર્યાવરણ અને કર્મચારીઓ માટે ચેપી જોખમોના સફાઈ, સ્વચ્છતા અને નિવારણના આંતરરાષ્ટ્રીય ધોરણોનો વૈશ્વિક પ્રમાણપત્ર કાર્યક્રમ પ્રમોટ કરાય છે.