વક્રડીમા વેન્ચર્સનું બીજુ લેબગ્રોન પ્રદર્શન 23 થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

979

DIAMOND TIMES – સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત નવરત્ન ગેલેરી ખાતે તારીખ 18 થી 21 ઓગષ્ટ દરમિયાન વક્રડીમા વેન્ચર્સ દ્વારા આયોજીત થયેલા લેબગ્રોન રફ ડાયમંડ પ્રદર્શનને મુર્હતમાં જ સારો પ્રતિસાદ મળ્યો હતો.નવરત્ન ગેલેરી ખાતે પ્રથમ ઓકશન યોજનાર લેબગ્રોન ક્ષેત્રની અગ્રણી કંપની વક્રડીમાં વેન્ચર્સ એલએલપીના માલિક સલીમ ભાઈ પંજવાણીએ જણાવ્યુ હતુ કે ચાર દીવસીય પ્રદર્શનમાં કંપનીએ નિર્ધારીત કરેલ કુલ માલ પૈકી 70 ટકા માલનું વેંચાણ થયુ હતુ. ગ્રાહકો તરફથી ઉમદા પ્રતિસાદથી પ્રેરાઈને વક્રડીમા વેન્ચર્સ દ્વારા નવરત્ન ગેલેરી ખાતે આગામી તારીખ 23 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ત્રિદીવસીય બીજુ લેબગ્રોન રફ ડાયમંડ ટેન્ડર – પ્રદર્શન યોજાવાની તૈયારીઓ પુર્ણ કરી લીધી છે.

સીવીડી,લેબગ્રોન,સિન્થેટિક,એચપીએચટી સહીત તમામ પ્રકારના પ્રોસેસ્ડ સિમ્યુલેટેડ રફ અને પોલિશ્ડ હીરા એક જ પ્લેટફોર્મ પર નિહાળવાની અને ખરીદવાની તક : સલીમભાઈ પંજવાણી (ઓનર વક્રડીમાં વેન્ચર્સ એલએલપી)

બીજા રફ ડાયમંડ પ્રદર્શન અંગે માહીતી આપતા વક્રડીમાં વેન્ચર્સ એલએલપી કંપનીના ઓનર સલીમભાઈએ કહ્યુ કે વક્રડીમાં વેન્ચર્સ એલએલપી ભારતનું પ્રથમ એવુ સાહસ છે કે જે સીવીડી, લેબગ્રોન, સિન્થેટિક,એચપીએચટી સહીત તમામ પ્રકારના પ્રોસેસ્ડ સિમ્યુલેટેડ રફ અને પોલિશ્ડ હીરાના ટ્રેડિંગ માટે વિશ્વસનીય નેટવર્ક ધરાવે છે.આ સેગમેન્ટમાં તમામ પ્રકારના હીરાની ખરીદ કરવા ઉત્સુક ડીલર્સ,ઉત્પાદકો,ખરીદદારો સહીત તમામ માટે અત્યંત વ્યાજબી કીંમતે ઉચ્ચ ગુણવત્તા યુક્ત હીરા ઉપલબ્ધ કરાવવાની અમારી કંપનીની ક્ષમતા છે.

વર્તમાન સમયમાં વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સીવીડી, લેબગ્રોન, સિન્થેટિક એચપીએચટી સહીત તમામ પ્રકારના પ્રોસેસ્ડ હીરાની સારી માંગને જોતા સુરતમાં પણ આ હીરાનો કારોબાર ખુબ જ વિકસ્યો છે.જેને ધ્યાનમાં રાખીને સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત લેબગ્રોન રફ પ્રદર્શનની ભવ્ય સફળતા પછી આગામી તારીખ 23 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ભીમરાડ રોડ,ટાઈટેનિયમ બિઝનેસ હબ સ્થિત જીજેઇપીસીની નવરત્ન ગેલેરી ખાતે ત્રિદીવસીય બીજુ લેબગ્રોન રફ ડાયમંડ ટેન્ડર – પ્રદર્શન યોજાવાની તૈયારીઓ પુર્ણ કરી આ ટેન્ડર અંગે જાહેરાત કરવાનું અમને ગૌરવ છે.આ પ્રદર્શન સવારે 09:00 થી સાંજે 06:00 કલાક દરમિયાન કોઇ પણ વ્યક્તિ હીરાને નિહાળી કે ખરીદી કરી શકશે.

સુરતના હીરા ઉદ્યોગ માટે મહત્વપુર્ણ ગણાતી આ ઇવેન્ટમા મુલાકાત માટે
રજિસ્ટ્રેશન લિંક – https://vacradima.com/index.php/entity-kyc-form
કોઈ પણ પ્રશ્નનો માટે સંપર્ક કરો – 📞9374448499
ઇમેઇલ કરો – tenders@vacradima.com
વોટ્સએપ કરો –https://wa.me/message/XZYMHTOU2YOZC1
વેબસાઇટ –http://www.vacradima.com
ઇવેન્ટ નું લોકેશન –https://maps.app.goo.gl/bRHKV8Rgw8EAyqEK6