ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડને કરશે તમામ મદદ: યોગી આદિત્યનાથ

157

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઉત્તરાખંડમાં હિમનદી ભંગાણથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગો અને ઉત્તર પ્રદેશના અધિકારીઓને હાઇએલર્ટ રહેવાની સૂચના આપી છે.સરકારના પ્રવક્તાએ જણાવ્યુ કે સીએમ યોગીએ દરેક પાસાને સંપૂર્ણ તકેદારી સાથે ધ્યાને લેવાની સુચના આપી છે.તેમણે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને પણ તૈયાર રહેવા જણાવ્યું છે.મુખ્યમંત્રીએ ગંગા નદીના કાંઠે પડતા તમામ જિલ્લાના જિલ્લા કલેકટરો અને પોલીસ અધિક્ષકોને સંપૂર્ણ સજાગ રહેવાની સૂચના પણ આપી છે. આ ઉપરાંત ગ્લેશિયર ભંગાણને કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડને તમામ પ્રકારની સહાય પૂરી પાડવી જોઈએ.યોગી આદિત્યનાથે દેવભૂમિ ઉત્તરાખંડમાં થયેલી આ કુદરતી આફતોનો સામનો કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તમામ શક્ય સહાય પુરી પાડવાની પણ ખાત્રી આપી હતી.

ઉત્તરાખંડ હોનારતમાં પ્રશાશનને તમામ મદદ કરીશુ : ખેડુત નેતા રાકેશ ટિકૈત

ચમોલીમાં ગ્લેશિયર તુટવાના કારણે ઉત્તરાખંડમાં આવેલા પુરના પ્રલયથી પારાવારા નુકશાની થઈ છે.જેમા અનેક લોકોના મોત થયાની આશંકા છે તો લાખો લોકો પુરથી પ્રભાવિત થયા છે.આ ઘટનાને કારણે સર્જાયેલી તબાહીને ધ્યાનમાં રાખીને દિલ્હી-ઉત્તર પ્રદેશની ગાઝીપુર સરહદ પર કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે તંત્રને મદદ કરવાની ખાત્રી આપી છે.હરિયાણાની ચરખી દાદરીમાં રાકેશ ટિકૈતે કહ્યું કે ઉત્તરાખંડના ચમોલીમાં હિમનદી તૂટી ગઈ છે.જેમા અનેક લોકોના મોત નીપજ્યાં છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.ત્યારે અમે તંત્ર સાથે મળીને તમામ શક્ય મદદ કરીશું.