અમેરિકાના ન્યૂયોર્કમાં ચાર લૂંટારા માત્ર 30 સેકન્ડમાં લાખોની જ્વેલરી લૂંટીને ફરાર થયા

DIAMOND TIMES : અમેરિકામાં જ્વેલરી શો રૂમ લૂંટની અનેક ઘટનાઓ આ પહેલા પણ સામે આવતી રહી છે અને આવી ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવે ન્યૂ યોર્કના બ્રોન્ક્સ ખાતેના એક સ્ટોરમાં 30 સેકન્ડની તોડફોડ બાદ એક ગેંગ હાઈ-એન્ડ ડાયમંડ જ્વેલરી લઈને ફરાર થઇ ગઇ હોવાની ઘટના સામે આવી છે.

આ ગેંગનો એક સાગરિત ગ્રાહક હનીને શુક્રવારે Rocco’s જ્વેલરીમાં પ્રવેશ્યો હતો. તેણે તેના ત્રણ સાથીદારોને પ્રવેશ આપ્યો જેમણે કાચની ડિસ્પ્લે કેબિનેટને હથોડીથી તોડી નાખી અને તેમાંથી જ્વેલરીની લૂંટ ચલાવી હતી.

સ્ટોરની અંદર ત્રણ વ્યક્તિઓએ ડિસ્પ્લે કેસ ખોલવા માટે હથોડીનો ઉપયોગ કર્યો અને મોટા પ્રમાણમાં હીરાના દાગીના લૂંટ્યા હોવાની માહિતી સ્ટોરના માલિકે આપી હતી. સર્વેલન્સ કેમેરામાં કેદ થયેલ દરોડો 30 સેકન્ડથી વધુ ચાલ્યો ન હતો. આરોપીઓ પગપાળા ભાગી ગયા હતા.

આ ચારેય શખ્સો શ્યામ રંગના, પાતળી બાંધણી અને 20 વર્ષથી પણ ઓછી વયના હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયેલા વીડિયોમાં જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પાછલા બે દાયકાઓમાં નોંધાયેલા ગુનાઓને લીધે અમેરિકન જ્વેલર્સને 2.2 અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો ચોંકાવનારો દાવો જ્વેલર્સ સિક્યોરિટી એલાયન્સ દ્વારા કરવામાં આવ્યો છે.

ન્યુયોર્ક સ્થિ જ્વેલર્સ સિક્યોરિટી એલાયન્સે પોતાના 2021ના એન્યુઅલ ક્રાઇમ રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે 2021 માટે આ આંકડો પાછલા વર્ષના 83 મિલિયન ડોલરની સરખામણીમાં ઓછો 70 મિલિયન ડોલર છે. જો કે આ દરમિયાન ગુનાઓની સંખ્યા 1438થી વધીને 1687 થઇ છે એટલે કે તેમાં 17 ટકાનો વધારો થયો છે.