અમેરીકનો લકઝરી ચીજો પાછળ આ વર્ષે 4.56 ટ્રિલિયન ડોલરનો ખર્ચ કરશે : એનઆરએફ

649
અમેરીકા સ્થિત નેશનલ રિટેઈલ ફેડરેશન(NRF)નામની સંસ્થા પાછલા અનેક વર્ષોથી અમેરીકામાં  લકઝરી ચીજોના વેંચાણ અંગે સચોટ આગાહી કરે છે.આ આગાહીને ધ્યાને રાખીને અનેક મોટી કંપનીઓ અને કારોબારીઓ બિઝનેસ વિસ્તરણની વ્યુહ રચના ઘડે છે.

DIAMOND TIMES-અમેરીકા સ્થિત સંસ્થા નેશનલ રિટેઈલ ફેડરેશન (NRF) એ વર્ષ-2021 માટે અમેરીકામાં રિટેઈલ વેચાણના અંદાજ માટે નવી આગાહી કરી છે. આ રિપોર્ટમાં ધારણા વ્યકત કરવામાં આવી છે કે અમેરીકાના અર્થતંત્રમાં ઝડપી રીકવરીના પગલે લકઝરી ચીજોના રીટેઈલ વેંચાણની વૃદ્ધિ 10.5 થી 13.5 ની આસપાસ રહેશે.ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ઉત્સાહજનક આ માહીતી એનઆરએફ દ્વારા આયોજીત રિટેઈલ અને કન્ઝ્યુમર ઇવેન્ટના ઇનોગ્રેશન પ્રસંગે આપવામાં આવી હતી.એ અનુસાર અમેરીકનો લકઝરી ચીજો પાછળ આ વર્ષે 4.56 ટ્રિલિયન ડોલરનો ખર્ચ કરશે.

ગ્રાહકોમાં વિશ્વાસ વધ્યો છે : એનઆરએફના પ્રેસિડેન્ટ અને સીઈઓ મેથ્યુ

એનઆરએફના પ્રેસિડેન્ટ અને સીઈઓ મેથ્યુ શેએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં અર્થતંત્ર અને ગ્રાહક ખર્ચ વધુ સ્થિતિ સ્થાપક હોવાનું સાબિત થયું છે.અમેરીકામાં ઝડપી રસીકરણ અભિયાનના પગલે કોરોના પર કાબુ આવી જતા લાખો અમેરિકનો કામ પર પાછા ફર્યા છે.ઉપરાંત અમેરીકન અર્થતંત્રની મજબુતીથી વિશ્વાસ વધતા ગ્રાહકો લકઝરી ચીજો પાછળ ખર્ચ કરવાની ઇચ્છા દર્શાવતા થયા છે.એનઆરએફ દ્વારા ગત ફેબ્રુઆરી 2021 માં રિટેઈલ વેચાણના 6.5 ટકાના વૃદ્ધિના પ્રારંભિક અંદાજ રાખવામાં આવ્યો હતો.પરંતુ તે સમયે વિશ્વમાં કોરોના મહામારીના આતંક વચ્ચે અર્થતંત્ર સહીત અનેક અનિશ્ચિતતાઓ ભરપુર હતી.જેનો અંત આવી જતા હવે એનઆરએફ નવેસરથી રિચર્સ પછી વર્ષ-2021માં અમેરીકામાં જેમ એન્ડ જ્વેલરી સહીતની લકઝરી ચીજોનું વેંચાણ 4.44 ટ્રિલિયનથી 4.56 ટ્રિલિયન ડોલર વચ્ચે રહેવાની ધારણા વ્યકત કરી છે.