અમેરીકામાં જ્વેલરીના ઓનલાઈન વેંચાણમાં એમેઝોને મેળવ્યુ ત્રીજુ સ્થાન

17

DIAMOND TIMES – અમેરીકામાં જ્વેલરી અને કીંમતી રિસ્ટવોચના ઓનલાઈન વેંચાણમાં કોસ્ટકો અને ટિફનીને પાછળ છોડી એમેઝોન ત્રીજા સ્થાને પહોંચી ગયુ છે.કોરોના મહામારીના સમયમાં
ગ્રાહકોને ઓનલાઈન ખરીદી કરવાની ફરજ પડી હતી.જેના કારણે વર્ષ-2020 દરમિયાન એમેઝોનના ઓનલાઈન વેંચાણ લગભગ 40 ટકાની વ્રુદ્ધિ સાથે 1.62 બિલિયન ડોલર થી વધીને 2.24 બિલિયન ડોલરે પહોંચી ગયુ હતુ.

નેશનલ જ્વેલર મેગેઝિન દ્વારા 100 સુપર સેલર્સની યાદી અનુસાર લગભગ 2,500 આઉટલેટ્સ સાથે સિગ્નેટ અત્યાર સુધી 4.84 બિલિયન ડોલરના વેંચાણ સાથે નંબર વન જ્યારે 2.86 બિલિયન ડોલરના વેંચાણ સાથે વોલમાર્ટ બીજા સ્થાને છે.દરમિયાન એમેઝોન પાંચમાથી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.કોસ્ટકો ચોથા સ્થાને અને રિચેમોન્ટ છઠ્ઠાથી પાંચમા સ્થાને પહોંચ્યું છે.જ્યારે ટિફની એન્ડ કંપની ત્રીજુ સ્થાન ગુમાવી છઠ્ઠા સ્થાને આવી ગયું છે જ્યારે મેસી સાતમા સ્થાને રહ્યું છે.