DIAMOND TIMES – માસ્ટરકાર્ડ સ્પેન્ડિંગ પલ્સના અહેવાલ મુજબ ગત જુલાઈ મહીનામાં અમેરીકામાં ગત વર્ષ 2020ના જુલાઇ મહીનાની તુલનાએ જ્વેલરી સ્ટોર્સ અને ઓનલાઇન મળી કુલ જ્વેલરીના વેંચાણમાં 82.6 ટકાનો વધારો નોંધાયો છે. ઉલ્લેખનિય છે કે વર્ષ 2019ના જુલાઈ મહીનાની તુલનાએ પણ જ્વેલરીના વેંચાણમાં 54.2 ટકાનો વધારો થયો છે.
ઇ-કોમર્સની સાથે સ્ટોર પરની ખરીદીમાં પણ વૃદ્ધિ : સ્ટીવ સડોવે

માસ્ટરકાર્ડના વરિષ્ઠ સલાહકાર અને ભૂતપૂર્વ સીઇઓ અને સક્સ ઇન્કોર્પોરેટેડના ચેરમેન સ્ટીવ સડોવે જણાવ્યું હતું કે જ્યારે જ્વેલરીનું ઇ-કોમર્સ વેંચાણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું હતુ,એવા સંજોગો વચ્ચે ગ્રાહકો હવે જ્વેલરી સ્ટોરની મુલાકત લઈ રહ્યા છે.પરિણામે સતત 11 મહીના પછી પણ જુલાઈ-2021માં યુ.એસ.માં જ્વેલરીના છૂટક વેચાણમાં વધારો થયો છે.અમેરીકન નાગરીકોએ જમા કરેલી બચતને તેઓ જ્વેલરીની ખરીદી પાછળ વાપરી રહ્યા છે.પરિણામે જુલાઈ મહિનામાં જ્વેલરીની સરેરાશ વૃદ્ધિમાં લગભગ ચાર ગણો વધારો થયો છે.જેમા સ્ટોર્સ પરની ખરીદીનો 81.9 જેટલો મોટો હિસ્સો રહ્યો છે.