લગ્નો વિદેશમાં યોજાશે,પણ કરંટ સુરતમાં લાગશે,જાણો કેમ ?

797

DIAMOND TIMES –  માર્કેટ રિસર્ચ કંપની વેડિંગ રિપોર્ટ અનુસાર અમેરીકામા આગામી વર્ષ 2022માં અઢી કરોડ થી પણ વધુ યુગલો ભવ્ય સમારંભ વચ્ચે લગ્નના તાંતણે બંધાઈ તેવુ અનુમાન છે.જેને લઈને હીરા અને હીરા જડીત જ્વેલરી ની માંગને ભારે પ્રોત્સાહન મળવાની અહેવાલમાં આગાહી કરવામાં આવી છે.વળી આગામી વર્ષે-2020 દરમિયાન આયોજીત થનાર પ્રત્યેક લગ્ન દીઠ જ્વેલરીની ખરીદી પાછળનો સરેરાશ ખર્ચ 22,500 ડોલરથી આગળ વધીને 24,300 ડોલર સુધી પહોંચે તેવુ પણ અહેવાલમાં કહેવામાં આવ્યુ છે.ઉલ્લેખનિય છે કે વર્તમાન સમયે અમેરીકા માં હીરાઅને હીરા જડીત સગાઈની રીંગ સહીત ડાયમંડ જ્વેલરીની ધુમ ડીમાન્ડમાં આ લગ્ન સમારોહનો ખુબ મોટો હિસ્સો છે.

અહેવાલ મુજબ કોરોનાના કારણે અમેરીકામાં અંદાજીત એક કરોડથી પણ વધુ વરરાજાઓના ઘોડે ચડવાના અરમાનો અધુરા રહી ગયા હતા.જો કે તે પૈકી કેટલાક દંપતિઓએ સાદાઇથી કોર્ટ મેરેજ કરી લીધા હતા.પરંતુ સાદાઇના બદલે ભવ્યતાથી લગ્ન સમારોહ યોજવા માંગતા કેટલાક દંપતિઓએ લગ્નના આયોજનને એક વર્ષ પાછળ ઠેલ્યા હતા.તે પૈકી બાકી રહેલા દંપતિઓ અને તેના પરિવારજનો હવે ભવ્ય રીતે લગ્ન યોજવા અધીરા બન્યા છે.

માર્કેટ રિસર્ચ કંપની વેડિંગ રિપોર્ટ મુજબ આગામી વર્ષે આયોજીત થનાર લગ્ન સમારોહને અનુલક્ષીને ઝવેરીઓ સહીત સમગ્ર વેડિંગ ઈન્ડસ્ટ્રી ભારે ઉત્સાહિત છે.વેડિંગ સાઈટ નોટ વર્લ્ડવાઈડના પ્રતિનિધી લોરેને કહ્યુ કે અમેરિકામાં લગભગ 47 ટકા એટલે કે આશરે 5 લાખથી વધુ લગ્નો પાછળ ઠેલવામાં આવ્યા હતા.જેથી ચાલુ વર્ષ 2021 અને આગામી વર્ષ 2022માં અમેરીકામાં આયોજીત થનારા લગ્ન સમારોહની સંખ્યામાં 20 થી 25 ટકાનો વધારો થશે.એક અંદાજ મુજબ આગામી વર્ષ લગ્ન સમારોહના આયોજન માટેનું સૌથી મોટું વર્ષ હશે.

અહેવાલ અનુસાર રિયલ ડાયમંડ અને ઝવેરાતની સાથે લેબગ્રોન હીરા જડીત ઝવેરાતની ખરીદીમાં પણ વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે.આર્થિક રીતે સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારો લેબગ્રોન હીરા જડીત જ્વેલરીની ધુમ ખરીદી કરી રહ્યા છે તો અમુક શ્રીમંત પરિવારો પણ રિયલ હીરા જડીત દાગીનાની સાથે અમુક માત્રામાં શોખ ખાતર  લેબગ્રોન  હીરા જડીત જ્વેલરીની ખરીદીમાં રસ દાખવી રહ્યા છે.અમુક ઉચ્ચ ગુણવત્તા યુક્ત લેબગ્રોન હીરાની ભવ્યતા અને રંગ શ્રીમંતોને આકર્ષી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.