વ્યાજ દરમાં 2022માં ત્રણ વખત વધારો કરવાનો અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકનો નિર્ણય

23

DIAMOND TIMES – અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિએ ટેપરિંગ કાર્યક્રમને ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો હતો. કોરોનાના કાળથી દર મહિને ૧૨૦ અબજ ડોલરના બોન્ડ ખરીદી કાર્યક્રમ ચાલતો હતો જેનો માર્ચમાં અંત કરવામાં આવશે અને ૨૦૨૨માં વ્યાજ દરમાં પા-પા ટકાનો  ત્રણ વખત તબક્કાવાર વધારો કરવાની પણ કમિટિ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. દરમ્યાન બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા આજે તેના વ્યાજ દરમાં ૦.૧૫ ટકાનો વધારો કર્યો હતો, અને યુરોપીયન સેન્ટ્રલ બેંકે પોતાના બોન્ડ ખરીદી કાર્યક્રમ જાળવી રાખવાની જાહેરાત કરી હતી.

કમિટિના ચેરમેન જેરોમ પોવેલે પત્રકાર પરિષદને સંબોધન આપતા જણાવે છે કે,અમેરિકાનું અર્થતંત્ર સંપૂર્ણ રીતે રોજગાર પૂરા પાડવાની નજીકમાં છે અને વધી રહેલા ફુગાવાને કાબૂમાં લેવા ફેડરલ રિઝર્વ સજ્જ છે.અમેરિકાના અર્થતંત્રમાં નીતિવિષયક ટેકાની હવે વધુ આવશ્યકતા નથી, તેની સાથે મહત્તમ રોજગારી તરફ આપણે ગતિ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં કોરોનાકાલ દરમિયાન લાગુ કરવામાં આવેલી પોલીસીઓ પછી ખેંચી લેવી જોઈએ. જે અર્થતંત્ર માટે આવશ્યક પગલું ગણાશે.

અમેરિકામાં ફુગાવાનો દર હાલમાં 2.60 ટકા છે જેને ઘટાડીને આગામી બે વર્ષ સુધીમાં 2.10 કરવાનો અંદાજો મુકવામાં આવે છે અને વ્યાજના દરને જે હાલમાં શૂન્યની નજીક છે તેને 2024 સુધીમાં 2.10 કરવાનું લક્ષ્ય ધરાવે છે.