અમેરીકા-યુરોપના ટ્રેડર્સ યોગ્ય ગુણવત્તા અને વ્યાજબી ભાવના પોલિશ્ડ હીરાની ખરીદી માટે કરી રહ્યાં છે દોડધામ

34

DIAMOND TIMES – અમેરીકા અને યુરોપના ફેન્સી હીરાના પુરવઠાની અછત વચ્ચે 1.20 થી 3.99 કેરેટ વજનના F-J,VS – SI કેટેગરીના હીરાની માંગ હોટ ફેવરીટ છે.ફેન્સી હીરા જડીત સગાઈ રિંગ્સના વેચાણમાં વધારો થયો છે.ઓવલ,પિયર્સ,એમરાલ્ડ,પ્રિન્સેસ,માર્ક્વિઝ અને લોંગ રેડિયન્ટ્સના ઓર્ડર પણ વધ્યા છે.પ્રીમિયમ કટ અને મોટી સાઈઝના ફેન્સી હીરાનું સામાન્યથી ઉંચી કીંમતે વેંચાણ થઈ રહ્યુ છે.અમેરીકા-યુરોપની સાથે ચીનના બજારો તરફથી પણ ફેન્સી હીરાની સતત વધતી જતી માગના કારણે વૈશ્વિક હીરા કારોબારને વધુ ગતિ મળી છે.

મેરેજ અને ફેશન શ્રેણી ઉપરાંત હાઇ-એન્ડ તેમજ એન્ટિક સેગમેન્ટ્સમાં પણ સારી માંગ છે.1.20 થી 3 સીટી કેરેટ વજનના G-J,VS2-SI કેટેગરીના ફેન્સી હીરાની સમાંતર આજ કેટેગરીમાં રાઉન્ડ કટ હીરાની પણ માંગ વધી છે . મોટાભાગના ટ્રેડર્સ ઓવલ કટ ફેન્સી હીરા ખરીદવા મથામણ કરી રહ્યાં છે.આમ છતા પણ આ કેટેગરીના હીરા બજારમાં મળવા મુશ્કેલ છે.

હીરા કરોબારના વૈશ્વિક કેન્દ્ર ગણાતા બેલ્જિયમના હીરા બજારમાં પણ પોલિશ્ડ હીરાના પુરવઠાની સમસ્યા છે.ટ્રેડર્સ અને ગ્રાહકોની જંગી માંગની તુલનાએ તૈયાર હીરાના પર્યાપ્ત પુરવઠાના અભાવ વચ્ચે ડીમાન્ડ અને સપ્લાયની આદર્શ સ્થિતિનું નિર્માણ થયુ છે.જેને લઈને પોલિશ્ડ હીરાની કીંમતોનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે.1થી 5 કેરેટ વજનના DH, VS – VSI કેટેગરીના હીરાની નક્કર માંગ છે.ડીલરો નિર્ધારીત કીંમતે માલના સફળ વેચાણ પછી કમાણીની મજા માણી રહ્યાં છે .

ઇઝરાયેલમાં પણ હકારાત્મક બજાર માહોલ વચ્ચે યુએસ તરફથી મળેલા ઓર્ડર પુર્ણ કરવા પર કારોબારીઓએ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.ડીલર્સ નવો માલ ખરીદવા ઇચ્છે છે,પરંતુ નીચી કીંમતે યોગ્ય ગુણવત્તા યુક્ત પોલિશ્ડ હીરાની ખરીદી કરવી એ મુશ્કેલ કામ છે.SI કેટેગરીમાં 1 કેરેટની સાઈઝના તથા 1 કેરેટથી મોટી સાઈઝના હીરા સૌથી મજબૂત શ્રેણીમાં છે તો 1.50 કેરેટના હીરા તો જાણે દુર્લભ બની ગયા છે.