હોંગકોંગમાં 1 કેરેટ વજનના D-M, VS2-SI2 કેટેગરીના હીરાની સોલિડ માંગ જ્યારે મુંબઈના હીરા બજારમાં 1 થી 1.50 કેરેટની સાઈઝના D-H, SI કેટેગરીમાં જબરી મુવમેન્ટ…
DIAMOND TIMES – હીરા અને ઝવેરાતના મુખ્ય બજાર અમેરીકા અને અમેરીકા પછી બીજા સ્થાને ઝડપથી ગતિ કરી રહેલા ચીનમાં હીરા અને ઝવેરાતનું વેચાણ ખુબ જ સકારાત્મક છે.કોરોના મહામારીના કારણે સુરતમાં તૈયાર હીરાના ઉત્પાદનને અસર થતા તૈયાર હીરાની સપ્લાયની તંગી અને વિદેશ પ્રવાસ પર પ્રતિબંધના પગલે વૈશ્વિક કારોબાર મર્યાદિત છે.પરિણામે રફ હીરાનું બજાર પણ ભારે પ્રભાવિત થયુ છે.મર્યાદીત વેપારથી નાણાની તરલતાની ચિંતા વચ્ચે રોકડેથી થતો કારોબાર નણાની તરલતાની સમસ્યા વચ્ચે રાહતરૂપ રહ્યો છે.ચાલુ નાણાકીય વર્ષમાં અગ્રણી જ્વેલરી બ્રાન્ડ રિચમોન્ટનું વેચાણ 3% વધીને 9.1 અબજ ડોલર થયું છે.અગ્રણી ઓકશન હાઉસ ક્રિસ્ટી દ્વારા આયોજીત હોંગકોંગ ઓક્શનમાં સૌથી દુર્લભ પર્પલ પિંક ડાયમંડ રેકોર્ડ બ્રેક 218 કરોડમાં વંહેચાયો છે.ગત એપ્રિલમાં બેલ્જિયમની પોલિશ્ડ નિકાસ 330 ટકાના વધારા સાથે 566 મિલિયન ડોલરને આંબી ગઈ છે.લેબગ્રોબ હીરાની સપ્લાય ચેઇનની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે સરીન ટેકનોલોજી અને કન્સટેલ ગ્રૂપ વચ્ચે ભાગીદારી કરવામાં આવી છે.
ફેન્સી હીરા બજાર : ફેન્સી હીરા બજાર ખુબ જ મજબુત છે.0.30 થી 0.99 કેરેટના વિવિધ શેઈપના ફેન્સી હીરાની માંગ અને કીંમતો મજબુત છે. 1.25 થી 3.99 કેરેટ વજનના F-J, VVS2-SI2 કેટેગરીના ફેન્સી હીરાની અછત છે.ઝવેરીઓના મતે મોટી સાઈઝના ફેન્સી આકારના હીરા જડીત સગાઈની વીંટીનું ધુમ વેંચાણ થઈ રહ્યુ છે. ઓવલ કટ, પિયર્સ કટ ,એમરાલ્ડ, પ્રિન્સેસ, લોંગ રેડિએન્ટ્સ અને માર્ક્વિઝના ઓર્ડરમાં વધારો નોંધાયો છે.એક્સેલન્ટ કટના હીરાની માંગ ઓલ- ટાઇમ હાઈ છે અને આવા હીરા પ્રીમિયમ પર વેચાઈ રહ્યા છે.ચીન તરફથી મળતા સતત નવા ઓર્ડર બજારને મજબુત ટેકો આપી રહ્યા છે.
અમેરીકાના બજારો : આર્થિક ક્ષમતા ધરાવતા મોટા ઝવેરીઓએ ઉચ્ચ ગુણવત્તા યુક્ત હીરાનો સ્ટોક કરી રહ્યા છે.જેના કારણે હીરા અને ઝવેરાત બજાર સ્થિર છે.1 કેરેટ D-H, SI2 થી 3 કેરેટ G-H, VVS-VS કેટેગરીના હીરાની પ્રબળ માંગ છે.જ્વેલરી ઉત્પાદકો D-G, VVS-VS રેન્જના નાની સાઈઝના હીરાની સતત માંગ કરી રહ્યા છે.આગામી ઉનાળા ની લગ્નગાળાની સિઝન પર સંભવિત ડીમાન્ડ પર કારોબારીઓએ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
બેલ્જીયમના બજારો : એક તરફ અમેરીકા અને ચીન તરફથી સતત ઓર્ડર મળી રહ્યા છે તો બીજી તરફ હવે કોરોના મહામારી નિયંત્રણમાં આવતા યુરોપિયન દેશો તરફથી પણ માંગ વધતા સોનામાં સુગંધ ભળવા જેવી સ્થિતિનું સર્જન થયુ છે.આ પ્રકારની ગતિવિધીના પગલે બજારમાં સકારાત્મક વાતાવરણ વચ્ચે કારોબારીનોનો આશાવાદ પણ બુલંદ છે.જો કે કોવિડ મહામારીના પગલે વિદેશ પ્રવાસ પર મર્યાદાના કારણે વિદેશી ખરીદદારોનો હજુ અભાવ છે.G-H, VVS-VS કેટેગરીમાં 0.30 કેરેટ,0.50 કેરેટ અને G-H, VVS-VS કેટેગરીમાં 0.70 થી 2 કેરેટના હીરા ખરીદદારોની પ્રથમ પસંદ છે.એલોરોઝાના રફ ઓકશનને સારો પ્રતિસાદ મળતા રફ બજાર વધુ મજબુત બન્યું છે.
ઇઝરાયેલના બજારો : આરબ દેશ અને ઇઝરાયલ વચ્ચે બે-અઠવાડિયાનાં સંઘર્ષ પછી વર્તમાન સમયે શાંતિ પ્રસ્થાપિત થઈ ચુકી છે.પરંતુ એ મીની યુધ્ધ દરમિયાન ડીલરોને કામકાજથી દુર રહેવાની ફરજ પડતા હીરા કારોબાર સ્થગિત થયો હતો. ઝડપી રસીકરણના પગલે આગામી 1 જૂનથી ઈઝરાયેલ સરકાર વિદેશ પ્રવાસ સહીતના કોવિડ-19 પરના તમામ પ્રતિબંધો હટાવી લેશે. ઈઝરાયેલના વેપારીઓને મુખ્યત્વે યુએસ અને ચીન તરફથી ઓર્ડર મળતા હોય છે.પરંતુ મોટી રોકડ ખરીદીના અભાવે બજારમાં નાણાની પ્રવાહીતા ઘટતા સારી માંગ વચ્ચે પણ કારોબાર મર્યાદીત રહેવાની સંભાવના છે.
હોંગકોંગ : હોંગકોંગમા તૈયાર હીરાની માંગમા ભારે વૃદ્ધિ છે.જોકે કોરોના મહામારી નિયંત્રણ હેઠળ હોવાનું જણાય છે.પરંતુ સોશિયલ ડીસ્ટન્સના નિયમો યથાવત છે.1 કેરેટ વજનના D-M, VS2-SI2 કેટેગરીના હીરામાં સોલિડ માંગ છે.ગત વર્ષની તુલનાએ સ્થાનિક રિટેલ વેપારને ગતિ આપવા વેપારીઓ ઉત્સાહીત છે.આગામી સિઝનને લઈને ચીનના ઝવેરીઓ મજબૂત વેચાણની અપેક્ષા રાખી રહ્યા છે.જો કે તેના શુભ સંકેતો અત્યારથી જ મળી રહ્યા છે.
ભારત : હીરાના કારોબારનું મુખ્ય મથક મુંબઈ અને હીરાના મેન્યુફેકચરીંગ કેન્દ્ર સુરત સહીત દેશના અનેક ભાગોમાં કોરોના વાયરસ અંગે સાવચેતી હોવા છતાં હીરા વેપાર સ્થિર રહ્યો છે. મોટા વેપારીઓ હીરાની નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. 1 કેરેટથી 1.50 કેરેટની સાઈઝના D-H, SI કેટેગરીમાં સારી મુવમેન્ટ છે. કોરોના મહામારીના કારણે રત્નકલાકારોની તંગી વચ્ચે ઉત્પાદન સ્થિર છે.જેથી પોલિશ્ડ હીરાની તંગી હીરા કારોબારને વધુ ઉત્તેજીત કરી રહી છે.