ફેબ્રુઆરી મહીના દરમિયાન યુએસના ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો

50

DIAMOND TIMES : ફેબ્રુઆરી મહિનામાં યુએસમાં રિટેલ વેચાણમાં નજીવો ઘટાડો નોંધાયો હતો. આમ છતા પણ યુએસના ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો હોવાના અહેવાલ છે. યુએસ સેન્સસ બ્યુરોએ જાહેર કરેલા ડેટા અનુસાર જાન્યુઆરી મહિનામાં 3.2 ટકાના વધારાની સરખામણીએ આવક અગાઉના મહિનાની સરખામણીએ 0.4 ટકા ઘટીને 697.9 બિલિયન ડોલર થઈ હતી. આ ઘટાડો નાણાકીય બજારોમાં ઊભા થયેલા પડકારોના લીધે જોવા મળ્યો છે

ફેબ્રુઆરી મહિનામાં રિટેલ વેચાણ વર્ષના અન્ય મહિનાઓની સરખામણીએ સામાન્ય રીતે ધીમું રહેતું હોય છે. તેથી માસિક વધઘટની સંભાવના રહેતી હોય છે તેમ નેશનલ રિટેલ ફેડરેશનના ચીફ ઈકોનોમિસ્ટ જેક ક્લીનહેન્ઝે જણાવ્યું હતું. આ અગાઉ ગયા વર્ષે આ સમયગાળામાં વેચાણમાં 5.4 ટકાનો વધારો જોવા મળ્યો હતો પરંતુ જાન્યુઆરીના વાર્ષિક ધોરણે 7.7 ટકાના વધારાથી હજુ પણ વૃદ્ધિ નીચી રહી હતી તેમ એનઆરએફ દ્વારા નોંધવામાં આવ્યું હતું.

એનઆરએફના પ્રમુખ મેથ્યુ શે એ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીની રિટેલ વેચાણ વૃદ્ધિ ગ્રાહકોની ઘરેલું ચીજ વસ્તુઓની ખરીદીને પ્રાથમિકતા આપવાના અને સમજી વિચારીને ખર્ચ કરવાના વલણને પ્રતિબિંબિત કરે છે. તે ઉપરાંત બેન્કિંગ અને નામાંકીય બજારોમાં તાજેતરમાં ઉભી થયેલી અસ્થિરતાના લીધે આર્થિક અનિશ્ચિતતાઓ વધી છે, જેના લીધે ગ્રાહકોએ પ્રાથમિક જરૂરિયાતોની ખરીદી પર ભાર મુક્યો છે. કારણ કે મોટા પ્રમાણમાં નોકરીઓ અને વેતનો વધતાં હોવાના લીધે ફુગાવો નીચે જઈ રહ્યો છે.