અમેરીકા સ્થિત સંસ્થા ધ ઈન્ડિયન ડાયમંડ એન્ડ કલરસ્ટોન એસોસિએશનના પ્રમુખ તરીકે રાજીવ પંડ્યાની નિમણૂંક

27

DIAMOND TIMES –ભારત હંમેશા હીરા અને રત્ન અને જ્વેલરી ઉદ્યોગમાં મુખ્ય સ્થાન ધરાવે છે.અમેરીકા હીરા,કલરસ્ટોન્સ અને જ્વેલરીનું મુખ્ય બજાર છે.ભારતના અનેક કારોબારી અમેરીકામાં હીરા ઝવેરાતના કારોબાર સાથે સંકળાયેલા છે.આ કારોબારીઓ માટે પરસ્પર વેપાર માહિતીના આદાન-પ્રદાન કરવા અને હીરા,કલરસ્ટોન્સ તેમજ જ્વેલરીના માર્કેટિંગમાં કારોબારીઓને પ્રોત્સાહિત કરવા એક પ્રતિષ્ઠિત પ્લેટફોર્મની આવશ્યકતા ઉભી થઈ હતી.જેને અનુલક્ષીને અમેરીકામાં ઇન્ડિયન ડાયમંડ એન્ડ કલરસ્ટોન એસોસિએશન(IDCA)ની વર્ષ 1984માં સ્થાપનાકરવામાં આવી હતી.IDCA એક અગ્રણી બિન-નફાકારક સંસ્થા છે.તેનું મુખ્ય ધ્યેય સભ્યોને સેવા આપવાનું,પરસ્પર જોડવાનું ઉચ્ચતમ નૈતિક વ્યવસાય પ્રથાઓને પ્રોત્સાહન પુરૂ પાડવાનું છે.

ન્યુયોર્કમાં મુખ્ય કાર્યાલય ધરાવતી અમેરીકા સ્થિત અગ્રણી સંસ્થા ધ ઈન્ડિયન ડાયમંડ એન્ડ કલરસ્ટોન એસોસિએશન (IDCA)ની આયોજીત થયેલી ચુંટણીમાં પ્રમુખપદ્દે આશિ ડાયમંડના પાર્ટનર રાજીવ પંડ્યા વિજેતા જાહેર થયા છે.આ અગાઉ પ્રમુખ તરીકેની જવાબદારી હરિદાસ કોટાવાલા સંભાળાતા હતા.પરંતુ તેમનો કાર્યકાળ પુર્ણ થતા હરિદાસ કોટા વાલાના અનુગામી તરીકે રાજીવ પંડ્યાને આ જવાબદારી સોંપવામાં આવી છે.જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રોમ્પેટ જેમના શૈલેષ ઝાલાની નિમણૂંક કરવામાં આવી છે.

ધ ઈન્ડિયન ડાયમંડ એન્ડ કલરસ્ટોન એસોસિએશન બોર્ડની એક્ઝિક્યુટિવ કમિટીના સેક્રેટરી તરીકે સાગર સ્ટાર કોર્પોરેશનના રૂતાલી ગાંધી અને સંયુક્ત સચિવ તરીકે ટેરા કોર ડાયમંડ્સના અંકિત પરીખ વિજેતા જાહેર થયા છે.જયારે સ્પાર્કલ્સ એન્ડ કલર્સ કંપનીના શૈલેષ લાખીને ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી છે.

ડિરેક્ટર તરીકે નવા ચૂંટાયેલા સભ્યોમાં RMC જેમ્સના મનોજ ભંડારી,સંઘવી ડાયમંડ્સના વિનિત જોબનપુત્રા અને અતિત ડાયમંડ કોર્પોરેશનના નિમિષ મહેતા નો સમાવેશ થાય છે.જયારે ગેલેક્સીના નવનીત ચોરડિયા,રાવત જેમ્સના કૈલાશ રાવત,ટ્રિલિયન એમેરાલ્ડના વિભોર સરાફ,સૂરજ ઈમ્પેક્સના અંશલ શાહ અને ગ્લોરી જેમ્સના વિપુલ શાહે હોદ્દો જાળવી રાખતા તેઓને પુન:જવાબદારી સોંપવામાં આવી છે.