યુરમેનએ કર્યો મેજુરી પર ડિઝાઇનની નકલ કરવાનો કેસ

DIAMOND TIMES – ન્યૂયોર્કના જ્વેલરી ડિઝાઈનર ડેવિડ યુરમેનએ પોતાની ઓનલાઇન હરીફ મેજુરી પર પોતાની વિશિષ્ટ ડિઝાઈનની નકલ કર્યાનો દાવો કરી કેસ દાખલ કર્યો છે.કોર્ટને લખેલી અરજીમાં યુરમેને આક્ષેપ કર્યો છે કે નકલ ના પરિણામે તેના વ્યવસાયને નુકસાન થયું છે.તેમણે માંગ કરી કે કોઈપણ નકલી વસ્તુઓના ઉત્પાદનને અટકાવવા માટે જોગવાઈ કરી હાલ જેટલી પણ નકલી વસ્તુઓ હયાત છે એને પીગળાવી રિસાઇકલ કરવી જોઇએ.

ડેવિડ યુરમેન જે એક શિલ્પકાર છે અને તેમની પત્ની સિબિલ યુરમેન જે એક ચિત્રકાર તથા સિરામિસ્ટ છે,બંનેએ મળી ૧૯૮૦માં યુરમેનની સ્થાપના કરી હતી.જ્વેલરી જગતમાં યુરમેન મોટિફ અને ટ્વિસ્ટેડ હેલિક્સ કેબલ માટે પ્રખ્યાત છે. જ્યારે મેજુરીની સ્થાપના ફાઈનેન્સથી કારકિર્દીની શરૂઆત કરનારા પતિ અને પત્નીની જોડી નૌરા સક્કીઝા અને માજેદ મસાદ દ્વારા કરવામાં આવી છે.

કોર્ટના ચોપડે યુરમેને આરોપ લગાવ્યો છે કે મેજુરી તેમની પોતાની ડિઝાઇન વિકસાવવાના બદલે યુરમેનની અનેકો ડિઝાઇનની નકલ કરે છે.યુરમેનના વિવિધ સંગ્રહમાંથી ઇયરિંગ્સ, બ્રેસલેટ અને રિંગ્સ માટેની કેટલીય ડિઝાઇનની નકલ કરી છે.મેજુરીએ યુરમેનની પૂર્વ મોડલ્સ સાથે પણ કામ કર્યું છે અને નકલ કરેલા દાગીનાની જાહેરાતમાં પણ યુરમેનની પ્રતિકાત્મક નકલ  કરી છે.