યુરલ સ્ટેટ માઇનિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રશિયામાં રફ હીરાના મુળ સ્ત્રોત શોધી કાઢ્યા

DIAMOND TIMES : રશિયન વૈજ્ઞાનિકોએ ડોમેસ્ટિક હીરાના સંશોધનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ફતેહ મેળવી છે.યુરલ સ્ટેટ માઇનિંગ યુનિવર્સિટીના રેક્ટર એલેક્સી દુશિને મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે હકીકત છે કે અમારી યુનિવર્સિટી લાંબા સમયથી યુરલ્સમાં હીરાની ઉત્પત્તિનો અભ્યાસ કરી રહી હતી.રશિયાના રાવતા પ્રાંતના સર્કમ્પોલર યુરલ્સમાં અને અન્ય પર્મક્રાઇના ક્રાસ્નોવિશેરસ્કી જિલ્લામાં રફ હીરાના બે મોટા સ્ત્રોત મળી આવ્યા છે.

દુશિને સ્પષ્ટતા કરી હતી કે ક્રાસ્નોવિશેર્સ્કી જિલ્લામાં ઔદ્યોગિક ઉત્પાદન 2015 માં સમાપ્ત થયું હતું ત્યાં હાલ નિષ્ણાતો પ્લેસર ડિપોઝિટના વિકાસમાં રોકાયેલા હતા.તેમણે ઉમેર્યુ કે જ્યારે ધરતીના પેટાળમાથી હીરા મળતા હોય ચે ત્યારે તેના મૂળ સ્ત્રોત જાણવા કોઇ રસ લેતા નથી.પરંતુ 2022માં અમારા સંશોધન કેન્દ્રના નવા સાધનોની મદદથી અમે રફ હીરાના મૂળ સ્ત્રોત શોધી કાઢ્યા છે.તેમના મતે હવે રશિયન શૈક્ષણિક સમુદાય માટે આ પ્રાપ્ત પરિણામો મદદગાર નિવડશે.