સેકન્ડરી માર્કેટમાં રફના ભાવ દબાણ હેઠળ આવતા ડીબિયર્સની આગામી સાઈટનું મુલ્ય ઓછુ રહેવાની સંભાવના

56

DIAMOND TIMES – ગત સપ્ટેમ્બરમાં હીરા -ઝવેરાતનો વૈશ્વિક કારોબાર થોડો ધીમો પડતા વૈશ્વિક હીરા બજાર સાવધ બન્યુ છે.0.30 થી 0.70 કેરેટના તૈયાર હીરાના ભાવમાં નરમાઈ છે.પરંતુ એક કેરેટથી મોટી સાઈઝના તૈયાર હીરાના કારોબારને લઈને અમેરીકાના ડીલર્સ તેમ્નજ સુરતની હીરાની મોટી કંપનીઓ ભારે ઉત્સાહિત છે.અમેરીકામા ઝવેરાત વેંચાણનો વેગ જળવાઈ રહ્યો છે.વિશ્લેષકો આર્થિક મંદીની આગાહી કરતા ચાઇનાનું રિટેલ આઉટલુક મ્યૂટ છે.

અમેરીકા પછીના બીજા નંબરબા હીરા બજાર ચીનની રિયલ એસ્ટેટ ક્ષેત્રની મોટી કંપની નાદારીના આરે આવી જતા ચીનના અર્થતંત્રની નાગરીકોને ચિંતા સતાવી રહી છે.જેના પરિણામે તેમની ખરીદ શક્તિ ઘટવાની ભીતી છે.જો કે ચીનની જાયન્ટ જ્વેલરી કંપની ચાઈ તાઈ ફૂકએ વિસ્તરણની યોજના બનવી 2025 સુધીમાં 2,000 નવા સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી છે.

સુરતના હીરા ઉદ્યોગની વાત કરીએ તો દિવાળીના તહેવારને ધ્યાને રાખીને કારખાનામાં ઉત્પાદન કાર્ય જોરમાં ચાલી રહ્યુ છે.હીરાના ગ્રેડીગ માટે લેબમાં આપવામાં આવેલા યૈયાર હીરાની સમયસર ડીલીવરી આપવાની સમસ્યા યથાવત છે.રફ હીરાના સેકન્ડરી માર્કેટમાં ભાવ દબાણ હેઠળ આવતા રફ કંપની ડીબિયર્સની આગામી સાઈટનું મુલ્ય ઓછુ રહેવાની સંભાવના છે.

ફેન્સી હીરામાં પસંદગીની કેટલીક ક્વોલિટીના હીરાના પુરવઠાની અછત વચ્ચે મોટા ભાગના કદ અને કેટેગરીમાં કિંમતો મજબૂત થઈ રહી છે.ફેન્સી હીરા જડીત સગાઈની વીંટીઓ અને અન્ય જ્વેલરીના વેચાણમાં વધારો થવાની સંભાવનાઓ છે.ઓવલ કટ,પિયર્સ,એમરાલ્ડ પ્રિન્સેસ,લોંગ રેડીયન્ટ,અને માર્કીસ કટના હીરાની કીંમતોમાં વધારો થયો છે.ઝવેરીઓ આગામી નવેમ્બર-ડિસેમ્બરની લગ્નસરાની સિઝનની અપેક્ષા રાખે છે.

હોંગકોંગમાં જથ્થાબંધ વેપાર શાંત છે.19 થી 21 સપ્ટેમ્બર ઓટમ મૂન ફેસ્ટિવલના વેકેશન પછી ઝવેરીઓ ચોથા ક્વાર્ટરની તૈયારી કરી રહ્યા છે.રિટેલ વેચાણ માટે ખૂબ ઓછી અપેક્ષાઓ છે કારણ કે ચીની સરહદ અને મુસાફરી પ્રતિબંધોને કારણે પ્રવાસીઓની અવરજવર મર્યાદિત છે.ગત ઓગષ્ટમાં જ્વેલરી, રિસ્ટ વોચના વેંચાણમાં 28ટકાનો વધારો થયો છે.