DIAMOND TIMES – કતારગામ સ્થિત હીરાની કંપની હરીકૃષ્ણ જેમ્સ પરિવારે અક્ષર નિવાસી માલિક ગણેશભાઇ ડુંગરાણીની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે સેવાકાર્ય દ્વારા અનોખી શ્રધ્ધાંજલી પાઠવી છે. ભગવાન સ્વામિનારાયણમાં અપાર શ્રધ્ધા ધરાવતા અને ગુરૂવર્ય પરમ પુજ્ય સદ્દ શ્રી પ્રભુચરણદાસજી સ્વામિ (વેડરોડ) તથા સંતોના સાનિધ્યમાં રહેતા અક્ષર નિવાસી ગણેશભાઇ ડુંગરાણી દ્વારા થયેલા સેવા કાર્યોને આજે પણ લોકો યાદ કરે છે.
કુવામાં હોય તો અવેડામાં આવે એ કહેવતને ગણેશભાઇ ડુંગરાણીના સુપુત્ર અને હરીકૃષ્ણ જેમ્સના યુવા માલિક અશ્વિન ભાઈ ડુંગરાણીએ ખરા અર્થમાં સાર્થક કરી છે. પિતા દ્વારા વારસામાં મળેલા સુસંસ્કારોના વારસાનું તેમણે ખુબ જ સારી રીત જતન કર્યુ છે.પિતા અને માલિક પ્રત્યેની અનન્ય લાગણી ,પ્રેમ અને અહોભાવને વ્યક્ત કરવા દીકરા અશ્વિનભાઈ ડુંગરાણી તેમજ સમસ્ત હરીકૃષ્ણ જેમ્સ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા ડુંગરાણી પરિવાર સભ્યો, હરીકૃષ્ણ જેમ્સના રત્ન કલાકારોએ સમાજ સેવાની ઉમદા ભાવના સાથે ઉમંગભેર રક્તદાન કરી કુલ 143 યુનિટ રક્ત એકત્રીત કર્યુ હતુ.આ રક્તને સુરતની બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યુ હતુ.મહતવની બાબત એ છે કે કોરોના મહામારી પછી સુરતની બલ્ડ બેંકમાં રક્તની ભારે અછત ઉભી થઈ છે.આવી સ્થિતિ વચ્ચે રક્તદાન કેમ્પના આયોજન થકી અનેક જરૂરીયાત મંદ દર્દીઓની મહામુલી જીંદગી બચાવવાનો હરીકૃષ્ણ જેમ્સ પરિવાર દ્વારા એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
હરીકૃષ્ણ જેમ્સના માલિક અને રત્નકલાકારો વચ્ચે પ્રથમથી જ ઉમદા પારિવારીક સંબધો છે.જેને અનુલક્ષીને રત્ન કલાકારો પ્રત્યે અક્ષર નિવાસી પિતાની હુંફાળી લાગણીનો અહેસાસ કરાવવા કંપનીના વડીલ બંને કાકા હિરાભાઈ ડુંગરાણી અને નાથાભાઈ ડુંગરાણીના આશિર્વાદ સાથે અશ્વિનભાઈ ડુંગરાણીએ તેમના ભાઈઓ મુકેશભાઈ,ધર્મેશભાઈ અને મનિષભાઈને સાથે રાખી હરીકૃષ્ણ જેમ્સ પરિવારે કારખાનામાં કાર્યરત 600 થી પણ અધિક રત્નકલાકારોને રૂપિયા 1100 ની રોકડ અને એક કીલો મીઠાઈના બોક્સની ભેટ આપી ફુલ નહી તો ફૂલની પાખડી સ્વરૂપે આર્થિક સહયોગ આપવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત રક્તદાતાઓ સહીત કેમ્પને સફળ બનાવવામાં સહભાગી એવા દરેક સેવા ભાવીઓની કદર કરવાના ઉદ્દેશ્યથી રૂપિયા 645 ના મુલ્યના લંચ બોક્સની ભેટ આપી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો