મોસ્કોમાં જ્વેલરી આર્ટ પ્રદર્શન “યુનિક રશિયા”નું આયોજન

DIAMOND TIMES – 2 જી આર્ટ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન ફોરમ દ્વારા 27 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી દરમિયાન મોસ્કોમાં ગોસ્ટિની ડ્વોર એક્ઝિબિશન સેન્ટર ખાતે જ્વેલરી આર્ટ પ્રદર્શન યોજાશે.

આ એક્ઝિબિશનમાં જ્વેલરી અને એન્ટિક સહિત આર્ટ પ્રોજેક્ટ્સની વિશાળ શ્રેણી દર્શાવવામાં આવશે.પ્રદર્શન દરમિયાન બિઝનેસ મીટિંગ્સ  ઇન્ટરેક્ટિવ ઇન્સ્ટોલેશન,માસ્ટર ક્લાસ, કોન્સર્ટ પ્રોગ્રામ અને ફેશન શો ના આયોજનનો પણ સમાવેશ થાય છે.

જે રીતે ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ છે.બરાબર એ જ પ્રકારે વર્ષ 2022ને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિ મીર પુતિન દ્વારા રશિયાના લોકોના સાંસ્કૃતિક વારસાના વર્ષ તરીકે “યુનિક રશિયા” જાહેર કરવામાં આવ્યું છે.જેને રશિયન ફેડરેશનના નાણા મંત્રાલય, રશિયન ફેડરેશનના ઉદ્યોગ અને વેપાર મંત્રાલય અને રશિયાની રાષ્ટ્રીયતા માટેની ફેડરલ એજન્સી દ્વારા સમર્થન આપવામાં આવ્યુ છે.

“યુનિક રશિયા”માં વિવિધ સમય ગાળાના ખાનગી સંગ્રહમાંથી હીરા, રત્નો, ઝવેરાત સહીત કુલ 20 થી વધુ શ્રેણીઓ હેઠળની અનન્ય વસ્તુઓ દર્શાવવામાં આવશે.”યુનિક રશિયા”માં રશિયાની પ્રખ્યાત કંપનીઓ દ્વારા ઉત્પાદિત માલ તેમજ મ્યુઝિયમ ઓફ જેમ્સ સહીતની સંસ્થાઓ સર્જનાત્મક પ્રોજેક્ટ્સ રજૂ કરશે.વધુમાં જ્વેલરી માસ્ટર પીસ પણ રજૂ કરાશે.

જે સમગ્ર રશિયામાંથી પ્રીમિયમ જ્વેલરીના સર્જકોને એક સાથે લાવશે.પ્રદર્શનમાં કાર્લ ફેબર્જના નામ પરથી જ્વેલરી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.જેમા વિજેતાઓને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.