આરબ સિનેમાં જગતની મશહુર અભિનેત્રીના યુનિક જ્વેલરી કલેક્શનની જીનીવામાં હરાજી

70

DIAMOND TIMES – આરબ સિનેમાં જગતની મશહુર હસ્તીઓના આભુષણોની હરાજી કરવાની ઓક્શન હાઉસ સોથેબીએ જાહેરાત કરી છે.ઇજિપ્ત સિનેમા જગતની પ્રથમ મહિલા અભિનેત્રી હિંદ રોસ્તમના યુનિક જ્વેલરી કલેક્શનની આગામી તારીખ 10 નવેમ્બરના રોજ જીનીવા ખાતે આયોજીત મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સ અને નોબલ જ્વેલ્સ સેલમાં આ અભિનેત્રીના ખાનગી સંગ્રહની પ્રથમ વખત હરાજી થશે.

ઇજિપ્ત સિનેમા જગતની પ્રથમ મહિલા અદાકારા હિંદ રોસ્ટોમ આરબ સિનેમા જગતના સુવર્ણ યુગ દરમિયાનની સૌથી લોક પ્રિય ફિલ્મ સ્ટાર માંની એક હતી. તેણીએ 80 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.હિંદ રોસ્ટોમની તુલના મેરિલીન મનરો સાથે કરવામાં આવતી હતી. હીરા, માણેક તથા રંગીન રત્નો જડીત જ્વેલરીની શોખિન રોસ્ટોમ એ વિશ્વના અનેક દેશોમાથી ઝવેરાત નું ક્લેક્શન કર્યુ હતુ.

વિશ્વના અનેક દેશોની પારંપરીક કલા-કારીગરીના અદભુત સંગમ સમાન દાગીના અને ઉમદા રત્નોના ખાનગી સંગ્રહ માંથી ઓકશનમાં મુકવામાં આવનાર આઠ લોટમાં યુનિક ડીઝાઈન ધરાવતી હીરાની બંગડીનો સમાવેશ થાય છે.જેનું મૂલ્ય આશરે 19,475 થી 27,049 અમેરીકી ડોલર અંદાજવામા આવ્યુ છે.અન્ય દાગીના માં અત્યંત તેજસ્વી કટના હીરા જડીત નેકલેસ સામેલ છે.જેની કીંમત 8,115 થી 9,197 ડોલર છે.આ ઓક્શનમાં આકર્ષણનું કેન્દ્ર બને એવી 1960 ના દાયકામાં ડેવિડ વેબ દ્વારા તૈયાર કરવામાં આવેલી ક્લસ્ટર ડિઝાઇની કાનની બુટ્ટીઓ છે.જેનુ મૂલ્ય આશરે 7,033 ડોલર છે.

સોથેબીના કહેવા મુજબ અભિનેત્રી હિંદ રોસ્ટમ હંમેશા શક્તિશાળી નારીવાદ અને આરબ સ્વતંત્રતાનું સર્વોચ્ચ પ્રતીક રહી છે.વર્ષ 1979માં કારકિર્દીમાંથી નિવૃત થયા પછી તેમની આત્મકથા પર ફીલ્મ બનાવવા માટે એક નિર્માતા દ્વારા ખુબ જંગી રકમની ઓફર્સ કરવામાં આવી હતી.પરંતુ આ ઓફર્સને તેણીએ ઠુકરાવી દીધી હતી.