હીરા ઉદ્યોગની સમસ્યાનો બે અઠવાડીયામાં ઉકેલ લાવવા મંત્રી દેવુસિંહ ચૌહાણનું અધિકારીઓને અલ્ટીમેટમ

815

હીરા ઉદ્યોગની ટેલિકોમ અને ફોરેન પોસ્ટ ઓફીસની માંગની જીજેઇપીસીની અરજીને નજર અંદાજ કરી સમયસર નિકાલ નહીં કરવા સંદર્ભે સંબંધિત અધિકારી પાસે મંત્રીશ્રીએ માંગ્યો જવાબ,કામ નહીં કરનાર આઉટ સોર્સિસની સામે સખત પગલા ભરવા પણ કર્યો આદેશ

DIAMOND TIMES – ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ, નાનપુરા-સુરત ખાતે ભારત સરકારના કોમ્યુનિકેશન્સ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે ઇન્ટરેકટીવ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં પોસ્ટ ઓફિસ અને બીએસએનએલના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં હીરા ઉદ્યોગની સમસ્યાને નિવારવા અંગે ગંભીર ચર્ચા થઈ હતી. જેમા મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉદ્યોગકારોની રજૂઆત સાંભળ્યા બાદ ચાલુ મિટીંગમાં જ સંબંધિત અધિકારીઓને વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટેની સમયમર્યાદા નકકી કરી હતી. જીજેઇપીસી દ્વારા કરાયેલી અરજીનો સમયસર નિકાલ સંદર્ભે સંબંધિત અધિકારી પાસે જવાબ માંગ્યો હતો અને કામ નહીં કરનાર આઉટ સોર્સિસની સામે સખત પગલા લેવા આદેશ કર્યો હતો.

ફોરેન પોસ્ટ ઓફિસની માંગ પુર્ણ નહી થતા હીરા ઉદ્યોગને પડી રહી છે મુશ્કેલી : દીનેશભાઈ નાવડીયાચેમ્બરના ભુતપુર્વ પ્રમુખ અને જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ કહ્યુ કે પાછલા ત્રણ વર્ષથી સુરતમાં ફોરેન પોસ્ટ ઓફિસની માંગ પૂરી કરવામાં વિલંબ થઇ રહયો છે.જેના કારણે ડાયમંડ ક્ષેત્રના નાના એકસપોર્ટરો ને ઘણી મુશ્કેલી પડી રહી છે.આ અંગેની રજૂઆત પણ જે તે વિભાગમાં કરાઇ છે.તેમ છતાં હજી સુધી ઉકેલ આવી શકયો નથી.દેશના વડાપ્રધાન ઉદ્યોગકારોને વેલ્યુ એડીશન કરવાની હાંકલ કરી રહયા છે.જેથી એ દિશાના પ્રયાસના ભાગરૂપે સુરતમાં 350 જેટલા ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગના યુનિટો ચાલુ થયા છે . વેપારીઓને નાના ઓર્ડર ઓનલાઇન મળતા હોય છે.ત્યારે ફોરન પોસ્ટ ઓફિસ શરૂ થાય તો સમસ્યાનું નિવારણ આવી જાય તેમ છે.આને કારણે સેમ્પલીંગ માટેની પણ સમસ્યા દૂર થઇ જશે.

તેમણે ઉમેર્યુ કે બીએસએનએલના કારણે કસ્ટમમાં જે પાર્સલો આવે છે તે બે-ત્રણ દિવસ માટે બ્લોક થઇ જાય છે.હાલમાં જ વેપારીઓનું રૂપિયા 10 હજાર કરોડનું પેમેન્ટ અટવાઇ ગયું હતું.જેને કારણે વેપારીઓ ત્રણ મહિના સુધી હેરાન થયા હતા.આથી બીએસએનએલ સહિતના ટેલીકોમની સર્વિસ ઝડપી થાય તે માટે નેટવર્ક મજબુત કરવા માટે તેમણે મંત્રીને અનુરોધ કર્યો હતો.તેમજ જીજેઇપીસી દ્વારા કરાયેલી અરજીનો પણ બીએસએનએલના અધિકારીઓ દ્વારા નિકાલ કરાયો નહી હોવાનું જણાવ્યું હતું.

હીરા ઉદ્યોગની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવીશુ : દેવુસિંહ ચૌહાણ

ભારતના કોમ્યુનિકેશન્સ રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યુ કે ભારતમાં વિશ્વનું મુખ્ય નેટવર્ક એક માત્ર પોસ્ટ જ છે.હાલમાં પોસ્ટ ઓફિસોને મર્જ કરવાની કામગીરી ચાલી રહી છે.સમસ્યા મોટી હોતી નથી અધિકારીઓ સાથે સંવાદ કરવાથી સમસ્યાનું નિરાકરણ આવી જાય છે.સુરતનો ફરીથી સમય આવી ગયો છે.સુરત ભારતનું ગ્રોથ એન્જીન છે.સુરતમાં માત્ર કોમ્યુનિકેશન નહીં પણ જે તે સેકટરની સમસ્યાને પણ દૂર કરીશું તો સુરતનો વિકાસ થશે.સુરતના કારણે આખા દેશનું કલાયમેટ ચેંજ થશે. એસએનએલ એકમાત્ર સેવા માટે છે.અત્યારે ટેકનિકલી સંચાર વિભાગની હાલત ખરાબ છે . બીએસએનએલ નબળું પડે એટલે બધા જ વિભાગો નબળા પડે છે.બીએસએનએલ રિવાઇવ થશે તો બધા જ મજબુત બની જશે.આથી ટેલીકોમ્યુનિકેશન અને પોસ્ટને લગતા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી ઉદ્યોગકારોની સાથે મળીને કામ કરી એકબીજાને પુરક થઇશું.