અમેરીકા અને કેનેડાના 66 ટકા ઝવેરીઓએ લેબગ્રોન હીરાના વ્યવસાયમાં ઝંપલાવ્યુ : સર્વેક્ષણ

63

DIAMOND TIMES – હીરા અને જ્વેલરીના સમાચાર પ્રસિધ્ધ કરતા અમેરીકાના મેગેઝિન ઇન્સ્ટોર દ્વારા ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહીના દરમિયાન 600થી પણ અધિક ઝવેરીઓ તેમજ રિટેલર કંપનીઓ પર હાથ ધરાયેલા એક સર્વેક્ષણના તારણમાં બહાર આવ્યુ છે કે અમેરીકા અને કેનેડામાં હીરા અને ઝવેરાતના કુલ કારોબારીઓ પૈકી 66 ટકાએ લેબગ્રોન હીરાના વ્યવસાયમાં ઝંપલાવ્યુ છે.ઉલ્લેખનિય છે કે આજથી પાંચ વર્ષ પહેલા 2016માં આ આંકડો માત્ર 10 ટકા જેટલો મામુલી હતો.પરંતુ પાંચ વર્ષના સમયગાળમાં તેમા 6.6 ટકાનો વધારો નોંધાયો છે.

જ્વેલરી મેગેઝિન ઇન્સ્ટોરના જણાવ્યા અનુસાર 56 ટકા લોકોએ પોતાના પ્રતિભાવમાં મત્ત વ્યકતકરતા જણાવ્યું હતું કે લેબગ્રોન હીરા ટેક્નિકલ રીતે ખુબ સારી ગુણવત્તા ધરાવે છે.જ્યારે 31 ટકા લોકોએ કહ્યું કે લેબગ્રોન અને કુદરતી હીરા વચ્ચે કીંમત સિવાય અમને અન્ય કોઇ મોટો તફાવત જણાતો નથી.

લેબગ્રોન ઉદ્યોગ માટે વિપુલ તક : ડો. સ્નેહલ પટેલ, સીઇઓ – ભંડેરી લેબગ્રોન ડાયમંડ – સુરત

અમેરીકાના મેગેઝિન ઇન્સ્ટોર દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વેક્ષણ અંગે પ્રતિભાવ આપતા ડો. સ્નેહલ પટેલે કહ્યુ કે આ ખુલાસા પરથી અંદાજ લગાવી શકાય છે કે લેબગ્રોન ઉદ્યોગ માટે વિપુલ તક છે.આગામી વર્ષોમાં પણ લેબગ્રોનની માંગમા સતત વ્રુદ્ધિ થવાની સંભાવના છે.જેના માટે અનેક સકારાત્મક પરિબળો કામ કરી રહ્યા છે.એક તો લેબગ્રોન અને કુદરતી હીરા વચ્ચે કીંમત અને ઓરીજીની સિવાય અન્ય બાબતે કોઇ મોટો તફાવત જણાતો નથી.વળી લેબગ્રોન હીરા સર્વ સામાન્ય બન્યા છે,કારણ કે સામાન્ય આર્થિક પરિસ્થિતી ધરાવતા પરિવારો પણ તેને ખરીદી શકે તેવી તેની નીચી કીંમત છે.જેમ જેમ અવર્નેસ વધતી જશે તેમ તેમ લેબગ્રોન હીરાની માંગમાં પણ હજુ અનેક ગણી વ્રુદ્ધિ થશે.ખાસ વાત તો એ છે કે લેબગ્રોન હીરા ઇકો ફ્રેન્ડલી હોવાથી લોકો તેમને ખુબ જ પસંદ કરી રહ્યા છે . લેબગ્રોન હીરાની નિકાસમાં પ્રતિવર્ષ લગભગ 55% જેટલી જંગી વૃદ્ધિ થઈ રહી છે,જે લેબગ્રોન હીરાની લોકપ્રિયતાનો આંક દર્શાવે છે.