જીજેપીસીની આ ખાસ બે યોજનાથી નિકાસને મળશે વેગ,જાણો કેવી છે યોજના

690

DIAMOND TIMES – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ઉત્પાદીત ચીજ-વસ્તુઓની નિકાસ વધારવા તમામ શક્તિઓ કામે લગાડવા નિકાસકારોને હાંકલ કરી છે.જેના ભાગ રૂપે હીરા અને ઝવેરાત ઉદ્યોગને પણ વાર્ષિક ચાર લાખ કરોડનો લક્ષ્યાંક આપ્યો છે. જેને સાકાર કરવા જીજેઇપીસીએ અનેક મહત્વપુર્ણ પગલા ઉઠાવવાની પહેલ કરી દીધી છે . જેને અનુલક્ષીને જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે ભારતના હીરા-ઝવેરાત માટે પ્રાણવાયુ સમાન મહત્વપુર્ણ અને IIJS (ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો) ની સંખ્યા વધારવાની યોજના બનાવી છે.ઉપરાંત સુરતમાં બીગ કોમન ફેસેલિટી સેન્ટરની સ્થાપના કરી હીરા ઉદ્યોગ માટે મશીનરી બનાવતી ટેકનોલોજી કંપનીઓને સપોર્ટ આપવાની પણ જીજેઇપીસી ની ઉમદા નેમ છે.

તાજેતરમા જ સુરતની મેરીડીયન હોટલ ખાતે ડાયમંડ કમિટીની અગત્યની બેઠક મળી હતી.આ બેઠકમાં જીજેઇપીસીના હોદ્દેદારો,ડાયમંડ પેનલ કમિટી અને હીરા-ઝવેરાતના ક્ષેત્રમાં ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ન્યુ ઇન્ડીયાના અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની ભરપુર ક્ષમતા ધરાવતા જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહ, વાઈસ ચેરમેન વિપુલ શાહ, ડાયમંડ પેનલ કમિટીના સંજય ભાઈ શાહ, જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દીનેશભાઈ નાવડીયા,  ઉદ્યોગ અગ્રણીઓ શ્રી ગોવિંદભાઈ ધોળકીયા, શ્રી વલ્લભભાઈ લખાણી (કીરણ જેમ્સ) શ્રી લાલજીભાઈ પટેલ ( ધર્મનંદન ડાયમંડ), પદ્મશ્રી મથુરભાઈ સવાણી,શ્રી દીયાળભાઈ પટેલ ( કપ્પુ જેમ્સ), શ્રી કેશુભાઈ ગોટી (ગ્લો સ્ટાર), શ્રી કીશોરભાઈ વિરાણી (માલદાર), શ્રી નાનુભાઈ વાનાણી તેમજ મુંબઈથી પધારેલા ઉદ્યોગપતિઓ શ્રી મનિષભાઈ જીવાણી (આનંદ ઇન્ટરનેશનલ), શ્રી મહેશભાઈ વાઘાણી (મેટલર) લક્ષ્મી ડાયમંડના શ્રી અશોકભાઈ ગજેરા  શ્રી નરેશભાઈ લાઠીયા, સુરત ડાયમંડ એસોસિયેસનના પ્રમુખ શ્રી નાનુભાઈ વેકરીયા, મંત્રી શ્રી દામજી ભાઈ માવાણી , લેબગ્રોનના વ્યવસાયમાં કાર્યરત ડો. શ્રી સ્નેહલ પટેલ(સીઈઓ, ભંડેરી લેબગ્રોન ડાયમંડ),નવરચિત લેબગ્રોન ડાયમંડ એસોસિયેસનના પ્રમુખ શ્રી બાબુભાઈ વાઘાણી(કાકા),ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ નારોલા સહીતના ચાવીરૂપ હોદ્દેદારો-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મહાનુભાવોને સંબોધતા અને જેમ એન્ડ જ્વેલરી સેક્ટર્સની નિકાસ વધારવા અંગેની મજબુત રૂપરેખા આપતા જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે કહ્યુ કે નિકાસ વધારવાની પહેલના ભાગરૂપે IIJS (ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો)ની સંખ્યા વધારવાની યોજના છે. કોરોના મહામારી અગાઉના સામાન્ય દીવસોમાં વિવિધ સ્થળોએ પ્રતિવર્ષ IIJS ના કુલ છ પ્રદર્શન યોજાતા હતા. પરંતુ હવે પ્રદર્શનની સંખ્યા વધારી પ્રતિવર્ષ 12 કરવાની યોજના છે.કારણ કે IIJS ભારતના હીરા ઉદ્યોગ માટે અત્યંત મહત્વપુર્ણ પ્લેટફોર્મ છે.જેની મદદથી હીરા અને ઝવેરાત ઉદ્યોગને પુશ અને વણ ખેડાયેલા નવા બજારો મળે છે. IIJSના પ્લેટફોર્મ નીચે વિદેશી ખરીદદારોને હીરા અને ઝવેરાત ક્ષેત્રમાં ભારતની કુશળતાઓ,ક્ષમતાઓ અને વિશિષ્ટ કલા-કારીગરી નિહાળવા મળે છે. ટુંકમા કહી શકાય કે IIJS એ હીરા અને ઝવેરાતની નિકાસ વધારવા માટેનું મહત્વનું પ્લેટફોર્મ છે.

આ ઉપરાંત જીજેઇપીસી સુરત ખાતે અત્યંત આધુનિક મશીનરી અને ટેકનોલોજીથી સજ્જ બિગ કોમન ફેસેલીટી સેન્ટર્સ શરૂ કરવાની પણ યોજના ધરાવે છે.આમ તો સુરતમાં મોતી કંપનીઓ પાસે અધતન મશીનરી ઉપલબ્ધ છે.પરંતુ આ બિગકોમન ફેસેલિટી સેન્ટર્સમાં ખાસ તો જ્વેલરી મેન્યુફેકચરીંગ ક્ષેત્ર માટે વર્લ્ડ ક્લાસ આધુનિક મશીનરી ઉપલબ્ધ કરાવવાની તેમની યોજના છે. ઉપરાંત હીરા ઉદ્યોગ માટે મશીનરી બનાવતી ટેકનોલોજી કંપનીઓને પણ વધુ આધુનિક મશીનરી અને ટેકનોલોજી નિર્માણ કરવા જરૂરી સપોર્ટ આપવાની પણ જીજેઇપીસીની ઉમદા નેમ છે.