પેરિસમાં બુલગારીના સ્ટોરમાંથી 12 મિલિયન ડોલરની લૂંટ : જુઓ વિડીયો

DIAMOND TIMES – ગત વર્ષે નવેમ્બરમાં પેરિસમાં બુલગારીના ફ્લેગશિપ સ્ટોરમાંથી 12 મિલિયન ડોલરની સશસ્ત્ર લૂંટના બે શંકમંદોની પોલિસે અટકાયત કરી છે.ફ્રાન્સીસી મીડિયાના અનુસાર 26 અને 37 વર્ષની ઉંમરના બે શકમંદોની પોલિસે અટકાયત કરી સધન તપાસ હાથ ધરી છે.

ફ્રાન્સની રાજધાની પેરિસના પ્રતિષ્ઠિત પ્લેસ વેંડોમમાં લુંટની ઘટનાને અંજામ આપી લૂંટેરા સ્કુટર પર અને ત્રણ ગ્રે કલરની બીએમડબલ્યુ કારમાં ભાગી ગયા હતા. નોંધનિય છે કે લુંટની ઘટના જે વિસ્તારમાં બની એ પોશ વિસ્તારમાં ચેનલ, બાઉચરન અને વૈન ક્લીફ એન્ડ અર્પેલ સહીત અનેક નામાંકિત બ્રાન્ડના આઉટલેટ્સ પણ આવેલા છે.

લૂંટની ઘટનાની જાણ થતા પોલિસે લુંટારૂઓનો પીછો કરી તેમની કાર પર ફાયરિંગ કર્યુ હતુ.પરિણામે લુંટારૂઓ કાર કાર છોડીને પગપાળા ભાગવાનો પ્રયાસ કરવો પડ્યો હતો.પોલીસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે લૂંટવામાં આવેલા જેમ્સની કિંમત 12 મિલિયન ડોલર હતી.